Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 14:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાએ આકાશમાંથી મનુષ્યો ઉપર દષ્ટિ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 કોઈ સમજુ કે ઈશ્વરની ઝંખના સેવનાર છે કે કેમ તે જોવાને પ્રભુ સ્વર્ગમાંથી માનવજાત પર દષ્ટિ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે, કે કોઇ ડાહ્યાં લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 14:2
29 Iomraidhean Croise  

અને જે નગર તથા બુરજ માણસોના દિકરાઓ બાંધતા હતા, તે જોવાને યહોવા ઊતર્યાં.


માટે હું હવે ઊતરીશ ને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓનં બધાં કામ થયાં છે કે નહિ; અને એમ નહિ હોય, તો માલૂમ પડશે.”


અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.


તોપણ તારામાં કંઈક સારી વાતો માલૂમ પડી છે, કેમ કે તેં દેશમાંથી અશેરોથ કાઢી નાખી છે, ને ઈશ્વરને શોધવામાં તારું મન લગાડ્યું છે.”


“જેઓ ઈશ્વરની, એટલે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની શોધમાં પોતાનું અંત:કરણ લગાડે છે, તેઓ જોકે પવિત્રસ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહિ હોય તોપણ તે સર્વને કૃપાળુ યહોવા ક્ષમા કરો.


માણસ કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય? અને સ્ત્રીજન્ય [એવો કોણ છે] કે તે નેક હોય?


જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને યહોવાની કૃપા વિષે વિચાર કરશે.


યહોવા પોતાના પવિત્રસ્થાનમાં છે, યહોવાનું રાજ્યાસન આકાશમાં છે; તેમની આંખો મનુષ્યોને જુએ છે તથા તેમનાં પોપચાં પારખે છે.


નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારાં હ્રદયો નવજીવન પામો.


તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી; તેઓ અંધારામાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.


અજ્ઞાની માણસ તે જાણતું નથી, અને મૂર્ખ માણસ તે સમજતો નથી.


ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, તું દરેક સત્યમાર્ગને સમજશે.


હે બેવકૂફો, શાણપણ શીખો; અને હે મૂર્ખો, તમે સમજણા થાઓ.


‘જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!’ અને બુદ્ધિહીનને તે કહે છે,


‘જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!’ વળી જે બેવકૂફ હોય તેને તે કહે છે,


તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.


યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો.


આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ; તમારી આતુરતા તથા તમારાં મહાન કાર્યો કયાં છે? તમારા હ્રદયની લાગણી, તથા મારા પરની દયા સંકુચિત થઈ છે શું?


જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો, જો પર્વતો તમારી આગળ કંપે, તો કેવું સારું!


જ્યારે તેઓ તમને કહે, ‘ભુવાઓ પાસે, ને ઝીણે અવાજે બડબડનાર ધંતરમંતર કરનારની પાસે જઈને ખબર કાઢો.’ [ત્યારે તારે કહેવું,] ‘લોકોએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?’


મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.


યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ.


મારી આંખમાંથી નિરંતર ચોધાર આંસુઓ વહ્યાં કરે છે.


ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, ને તેમને નિર્મળ કરવામાં આવશે; પણ દુષ્ટો પાપ કર્યા કરશે; અને કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જ્ઞાની જનો સમજશે.


કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું.


સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી.


પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્‍ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan