Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 137:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હે વિનાશક નગરી બેબિલોન, જે બૂરો વ્યવહાર તેં અમારી સાથે કર્યો, તેવો જ વ્યવહાર તારી સાથે કરનારને ધન્ય હો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 137:8
14 Iomraidhean Croise  

સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી:“દક્ષિણમાં વાવંટોલિયાના સુસવાટાની જેમ [આપત્તિ] અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે.


તે જ કોરેશ વિષે કહે છે કે તે મારો ઘેટાંપાળક છે, તે મારો બધો મનોરથ પૂરો કરશે, વળી તે યરુશાલેમ વિષે કહે છે, ‘તું [ફરી] બંધાઈશ; અને મંદિરનો પાયો નાખવામાં આવશે.’”


બાબિલ તથા ખાલદીઓના દેશ વિષે જે વચન યહોવાએ યર્મિયા પ્રબોધકની મારફતે કહ્યું તે આ છે.


બાબિલની સામે તીરંદાજોને, જેટલા ધનુષ્ય ખેંચી શકે તે તમામને બોલાવો. તેની આસપાસ ઘેરો નાખો. તેમાંનો કોઈ પણ બચી જાય નહિ; તેની કરણી પ્રમાણે તેને પ્રતિફળ આપો. જે સર્વ તેણે [બીજાઓને] કર્યું છે, તે પ્રમાણે તેને કરો; કેમ કે યહોવાની આગળ, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની આગળ, તે ઉદ્ધત થયો છે.


હે સિયોન, બાબિલની પુત્રી સાથે રહેનારી, તું નાસી જા.


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


જેમ તેણે [બીજાઓને] ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો! જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો!


Lean sinn:

Sanasan


Sanasan