Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 134:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવાના મંદિરમાં રાત્રે ઊભા રહેનારા, યહોવાના સર્વ સેવકો, તમે યહોવાને‍ સ્તુત્ય માનો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુના મંદિરમાં દર રાત્રે ઊભા રહીને સેવા ભક્તિ કરનારા હે પ્રભુના સેવકો, તમે સૌ પ્રભુને ધન્ય કહો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો; તમે યહોવાને સ્તુત્ય માનો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 134:1
32 Iomraidhean Croise  

એમ તેઓનું તથા તેઓના પુત્રોનું કામ યહોવાના મંદિરનાં દ્વારોની, એટલે [મુલાકાત] મંડપની, વારા પ્રમાણે ચોકી કરીને સંભાળ રાખવાનું હતું,


તેઓ ઈશ્વરના મંદિરની આસપાસ રહેતા હતા, કેમ કે તે તેમના હવાલામાં હતું. દર સવારે તે ઉઘાડવાનું કામ તેઓનું હતું.


આ ગવૈયાઓ હતા. તેઓ લેવીઓના પિતૃઓનાં કુટુંબોના વડીલો હતા. તેઓ ઓરડાઓમાં રહેતા હતા, ને [બીજા કામથી તેઓ] મુક્ત [હતા] ;કેમ કે તેઓ રાતદિવસ પોતાના જ કામમાં ગૂંથાયેલા રહેતા હતા.


હે મારા પુત્રો, ગાફેલ ન રહો, કેમ કે યહોવાએ તેમની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવકો થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યા છે.”


તમારા ભાઇઓના કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓની સેવા કરવા માટે તમારાં જુદાં જુદાં કુટુંબોમાંના કેટલાક પવિત્રસ્થાનમાં ઊભા રહો,


બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી પહેરો ભરતા.


હે યહોવાનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.


યહોવાની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો.


મારા દુ:ખમાં મેં યહોવાને પોકાર કર્યો, અને તેમણે મારું સાંભળ્યું.


હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે?


જ્યારે તેઓએ મને કહ્યું, “આપણે યહોવાને મંદિરે જઈએ, ” ત્યારે હું આનંદ પામ્યો.


હે આકાશમાં બિરાજનાર, હું તમારી તરફ મારી આંખો ઊંચી કરું છું.


હવે, ઇઝરાયલ એમ કહો કે, જો યહોવા અમારા પક્ષમાં ન હોત,


યહોવા પર વિશ્વાસ રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.


જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું.


જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.


જેઓ યહોવાથી ડરે છે અને તેમના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે.


તેઓએ મારા નાનપણથી મને બહુ દુ:ખ દીધું છે, એમ ઇઝરાયલ હમણાં કહો.


હે યહોવા, ઊંડાણોમાંથી મેં તમને વિનંતી કરી.


સવારની રાહ જોનારા કરતાં, હા, સવારની રાહ જોનારા કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.


હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી, વળી મોટી મોટી બાબતોમાં, અને જે વાતોને હું પહોંચી શક્તો નથી તેમાં, હું હાથ નાખતો નથી.


હે યહોવા, જે સર્વ દુ:ખો દાઉદે વેઠ્યાં તે તેના લાભમાં સંભારો;


ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!


જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જે [સિયોનના] માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે.


અને તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના દ્વાર પાસે રહીને યહોવાનું ફરમાન પાળવું, એ માટે કે તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.”


તે ચોર્યાસી વરસથી વિધવા હતી; તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી.


તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરારકોશ ઊંચકવા માટે, યહોવાની હજૂરમાં ઊભા રહીને તેમની સેવા કરવા માટે, તથા તેમને નામે આશીર્વાદ આપવા માટે જુદું પાડ્યું, અને આજ સુધી તે તેમજ છે.


પછી રાજ્યાસનમાંથી આવી વાણી થઈ, “આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનાથી બીનારા, નાના તથા મોટા, તેમની સ્તુતિ કરો.”


માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના મંદિરમાં રાત દિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન પર જે બેઠેલા છે તે તેમના પર મંડપરૂપે રહેશે.


Lean sinn:

Sanasan


Sanasan