Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 132:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 “આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ; કેમ કે મેં તેને ઇચ્છયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 “આ મારું સદાનું વિશ્રામસ્થાન છે; અહીં હું વાસ કરીશ; કારણ, એ મારી ઇચ્છા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે. હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 132:14
21 Iomraidhean Croise  

મેં તમારે માટે રહેવાનું મંદિર, સર્વકાળ માટે તમારે રહેવાનું સ્થાન, નક્કી બાંધ્યું છે.”


પણ શું ઇશ્વર ખરેખર પૃથ્વી પર વસશે? આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું મંદિર [તમારો સમાવેશ] કરે એ કેટલું બધું અશક્ય છે.!


અને યહોવાએ તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાચના મેં સાંભળી છે. આ તારા બાંધેલા મંદિરને, મારું નામ તેમાં સદા રાખવા માટે, મેં પવિત્ર કર્યું છે, અને મારી‍ ર્દષ્ટિ તથા મારું હ્રદય નિરંતર ત્યાં રહેશે.


કેમ કે દાઉદે કહ્યું, “ઈઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોકને આરામ આપ્યો છે. તે સર્વકાળ યરુશાલેમમાં વસનાર છે.


હે યહોવા, તમે તમારા સામર્થ્યના કોશની સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.


યરુશાલેમમાં વસનાર યહોવાને સિયોનમાંથી ધન્ય હોજો. યહોવાની સ્તુતિ કરો.


અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દષ્ટિએ કેમ જુઓ છો? ખરેખર યહોવા ત્યાં સર્વકાળ રહેશે.


તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર [તેઓમાં] રહે.


વળી સાલેમમાં તેમનો મંડપ છે, અને સિયોનમાં તેમનું નિવાસસ્થાન છે.


યાકૂબનાં સર્વ રહેઠાણ કરતાં સિયોનના દરવાજા યહોવાને પ્રિય લાગે છે.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] તારામાં મોટા મનાય છે.”


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


યહોવા એવું કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, ને પૃથ્વી મારું પાયાસન છે; તમે મારે માટે કેવું ઘર બાંધશો? અને મારું વિશ્રામસ્થાન કેવું થશે?”


જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે તેઓ પણ, સિયોન પર્વતમાં વસનાર સૈન્યોના [ઈશ્વર] યહોવાની પાસેથી [મળેલા] ઇઝરાયલમાં ચિહ્નો તથા અદભુત કૃત્યોને અર્થે છીએ.


તેઓનું રક્ત જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ, કેમ કે યહોવા સિયોનમાં રહે છે.”


તારા ઈશ્વર યહોવા તારામાં છે, તે સમર્થ તારક છે. તે તારે માટે બહુ હરખાશે, તે [તારા પરના] તેમના પ્રેમમાં શાંત રહેશે, તે ગાતાં ગાતાં તારે માટે હર્ષ કરશે.


અને જે કોઈ મંદિરના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે છે તેના પણ સમ ખાય છે.


તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.


પણ તમે તો સિયોન પહાડની પાસે, અને જીવતા ઈશ્વરના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે, અને હજારોહજાર દૂતોની પાસે,


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan