Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 132:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા સંતાનને બેસાડીશ;” તેથી તે ફરી જશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11-12 હે પ્રભુ, તમે દાવિદ સાથે સત્યપ્રતિજ્ઞા કરી: “હું તારા પુત્રોમાંથી એકને રાજા બનાવીશ, તે તારા પછી રાજ્ય કરશે; જો તારો પુત્ર મારો કરાર પાળશે અને હું શીખવું તે આદેશોનું પાલન કરશે, તો તેના વંશજો પણ સદાસર્વદા તારા રાજ્યાસન પર બિરાજશે.” ઈશ્વર એ પ્રતિજ્ઞા તોડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી: “હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 132:11
21 Iomraidhean Croise  

જ્યારે તારા દિવસો પૂરા થશે, ને તું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ, ને તેનું રાજ્ય હું સ્થાપીશ.


હું તેનો પિતા થઈશ, ને તે મારો પુત્ર થશે. જો તે ભૂંડાઈ કરશે, તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્યપુત્રોના સાટકા વડે તેને શિક્ષા કરીશ;


અને તારું કુટુંબ તથા તારું રાજ્ય તારી આગળ સદા અવિચળ થશે; તારું રાજ્યાસન સદાને માટે કાયમ થશે.’”


વળી રાજાએ એમ કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે આજે મારા જોતાં મારા રજ્યાસન પર બેસનાર માણસ મને આપ્યો છે, તેમને ધન્ય હોજો!’”


માટે હવે હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે, તે તેમની પ્રત્યે પાળો; એટલે ‘મારી સમક્ષ તમને ઇઝરાયલના રજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ; જો, જેમ તું મારી સમક્ષ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારાં છોકરાં કેવળ પોતાના માર્ગ વિષે સાવચેત રહે તો.’


તો હવે, હે યહોવા, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને તમે જે વચન આપ્યું છે તે તેમની પ્રત્યે પાળો, તે એ કે ‘જેમ તું મારી આગળ ચાલ્યો છે તેમ તારા વંશજો પોતાના માર્ગ સંભાળીને મારા નિયમ પ્રમાણે ચાલશે, તો મારી નજર આગળથી ઇઝરાયલના રાજ્યસન પર બેસનાર પુરુષની તને ખોટ પડશે નહિ.’


તો તારા પિતા દાઉદની સાથે કરેલા કરાર પ્રમાણે ઇઝરાયલમાં રાજા થવા માટે તારા વંશમાં વારસની ખોટ પડશે નહિ, તે પ્રમાણે હું તારું રાજ્યાસન કાયમ રાખીશ.


યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, “તમે મેલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.”


પરંતુ હું તેની પાસેથી મારી કૃપા છેક લઈ લઈશ નહિ, અને હું મારું વિશ્વાસુપણું ખૂટવા દઈશ નહિ,


એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે; હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.


ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું [થશે].” (સેલાહ)


હે યહોવા, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; વળી સંતોની મંડળીમાં તમારું વિશ્વાસુપણું [વખાણવામાં આવશે].


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?


તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; અને પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.


તે પ્રબોધક હતો, અને તે જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને મને કહ્યું છે કે, તારાં સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ,


[એ વચન તથા સમ] જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.


વળી જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહિ, કે અનુતાપ કરશે નહિ; કેમ કેતે માણસ નથી કે તે અનુતાપ કરે.”


Lean sinn:

Sanasan


Sanasan