Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 130:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, [તમારી આગળ] કોણ ઊભો રહી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 હે યાહ, જો તમે અમારાં પાપો ધ્યાનમાં રાખો. તો પ્રભુ તમારી સમક્ષ કોણ ઊભું રહી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 130:3
14 Iomraidhean Croise  

હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમે ન્યાયી છો; આજની માફક અમે બચી જતાં અમારો શેષ જીવતો રહ્યો છે. અમે અપરાધી છીએ, તેથી અમારામાંનો કોઈ તમારી આગળ ઊભો રહી શકતો નથી.”


જો હું પાપ કરું, તો તમે મને ધ્યાનમાં લો છો, ને તમે મારા અન્યાય વિષે નિર્દોષ ઠરાવશો નહિ.


માણસ કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય? અને સ્ત્રીજન્ય [એવો કોણ છે] કે તે નેક હોય?


જો હું નિર્દોષ હોઉં, તોપણ મારે પોતાને મોઢે હું દોષિત ઠરીશ; જો હું સંપૂર્ણ હોઉં, તોપણ તે મને ભ્રષ્ટ ઠરાવશે.


તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો; કેમ કે તમારી નજરમાં કોઈ પણ સજીવ માણસ ન્યાયી ઠરશે નહિ.


તમે, એકલા તમે જ ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી દષ્ટિ આગળ કોણ ટકી શકે?


આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.


પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.


પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને તે પ્રત્યક્ષ હાજર થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુ ગાળનારના અગ્નિરૂપ તથા ધોબીના સાબુરૂપ છે;


તમારા સેવકો ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબનું સ્મરણ કરો. આ લોકોની હઠીલાઈ તરફ તથા તેઓની દુષ્ટતા તરફ તથા તેઓનાં પાપ તરફ ન જુઓ.


કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; અને કોનાથી ઊભું રહેવાય?”


Lean sinn:

Sanasan


Sanasan