Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 આખો દિવસ મારા હ્રદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચઢી વાગશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ક્યાં સુધી હું મનોમંથન કર્યા કરીશ, અને મારું હૃદય વેદનાથી રીબાયા કરશે? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર પ્રબળ થયા કરશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું: જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો? કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો? કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 13:2
44 Iomraidhean Croise  

રાજાએ મને પૂછ્યું, “તું માદો નથી તેમ છતાં તારું મો કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી.” ત્યારે હું બહું જ ડરી ગયો.


એસ્તરે કહ્યું, “એ વેરી તથા શત્રુ તો આ દુષ્ટ હામાન જ છે.” [તે સાંભળીને] રાજા તથા રાણીની આગળ હામાન ગભરાયો.


જો હું દુષ્ટ હોઉં તો મને અફસોસ! અને હું નેક હોઉં તોપણ હું મારું માથું ઊંચું નહિ કરીશ; કેમ કે મને અતિશય શરમ લાગે છે, અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.


એ માટે કે તમે અનાથ તથા દુ:ખીઓનો ન્યાય કરો, અને તેથી પૃથ્વીનું માણસ હવે પછી ત્રાસદાયક રહે નહિ.


મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો, જાણે હું શેઓલમાં પેઠો હોઉં એમ લાગતું હતું; મને સંકટ તથા શોક આવી મળ્યાં હતાં.


જેઓ મારા ઘાતકી વૈરીઓ છે, અને જેઓ મને ચોપાસ ઘેરે છે, એવા મારો નાશ કરનાર દુષ્ટોથી [મને સંતાડો].


જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાનથી ભરેલી વાત બોલે છે તે મૂંગા થાઓ.


હું લથડી પડવા તૈયાર છું, મારું દુ:ખ મારી નજર આગળથી કદી દૂર થતું નથી.


હું લોકોના ટોળા સાથે જતો, અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના મંદિરમાં દોરી જતો, એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.


હે યહોવા, પાછા આવો, મારા જીવને બચાવો; તમારી કૃપાને લીધે મારું તારણ કરો.


રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે. અને મને છોડાવનાર કોઈ મળે નહિ.


હે ઈશ્વર, વૈરી ક્યાં સુધી મહેણાં મારશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?


હે યહોવા, શત્રુઓએ મહેણાં માર્યાં છે, અને મૂર્ખ લોકોએ તમારા નામની નિંદા કરી છે, તેનું સ્મરણ કરો.


તમારા શત્રુઓને કારણે તમે બાળકોને તથા ધાવણાંઓને મુખે તમારું બળ પ્રગટ કર્યું છે કે, શત્રુને તથા વૈરીને તમે શાંત પાડો.


શત્રુઓનો અંત આવ્યો છે, તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.


અંત:કરણનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે; પણ હ્રદયના ખેદથી મન ભાંગી જાય છે.


વળી તેનું આખું આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.


મને કેમ નિરંતર ખેદ થાય છે? અને મારો ઘા કેમ સારો થતો નથી? તે રુઝાતો નથી; તમે મારા પ્રત્યે કપટી [વહેળા] , ખૂટનારા પાણી જેવા થશો શું?”


તેં કહ્યું કે, ‘મને હાય હાય! યહોવાએ મારા દુ:ખમાં દુ:ખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.’


“મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે.


તેના શત્રુઓ અધિકારીઓ થઈ બેઠા છે, તેના વૈરીઓ મોજ ઉડાવે છે. કેમ કે યહોવાએ તેના ઘણા અપરાધોને લીધે તેને દુ:ખ દીધું છે; તેનાં બાળકોને શત્રુ [હાંકીને] બંદીવાસમાં લઈ ગયો છે.


તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી; તેણે પોતાની આખરની અવસ્થાનો વિચાર કર્યો નહિ! તેથી આશ્વર્યકારક રીતે તેની અદ્યોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો; કેમ કે શત્રુ જયજયકાર કરે છે!


તમે શા કારણથી અમને હમેશને માટે વીસરી જાઓ છે? અમને આટલા બધા દિવસ સુધી કેમ તજી દો છો?


તે તેઓને કહે છે, “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”


હું રોજ તમારી સાથે મંદિરમાં હતો, ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા! પણ આ તમારી ઘડી તથા અંધકારનું સામર્થ્ય છે.”


પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.


મને ભારે શોક તથા મારા અંત:કરણમાં અખંડ વેદના થાય છે.


કેમ કે તે મરણતોલ માંદો હતો ખરો, પણ ઈશ્વરે તેના પર દયા કરી, માત્ર તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક પર શોક ન થાય.


અને હજુએ શાઉલ દાઉદથી અગાઉ કરતાં વધારે બીવા લાગ્યો. અને શાઉલ દાઉદનો હમેશનો વૈરી રહ્યો.


જો કોઈ માણસના હાથમાં તેનો શત્રુ આવે, તો શું તે તેને સહીસલામત જવા દે કે? એ માટે તેં આજે મારું જે [ભલું] કર્યું છે તેનો સારો બદલો યહોવા તને આપો.


Lean sinn:

Sanasan


Sanasan