Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 129:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જેઓ સિયોન પર દ્વેષ રાખે છે તેઓ સર્વ શરમાઈ જાઓ તથા પાછા હઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 સિયોન પર દ્વેષ રાખનારા સર્વ પરાજયથી લજ્જિત બની પાછા હઠશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ અને હારીને ભાગી જાય.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 129:5
17 Iomraidhean Croise  

જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આસપાસના સર્વ વિદેશીઓને ડર લાગ્યો, અને તે અતિશય નિરાશ થયા; કેમ કે આ કામ અમારા ઈશ્વરથી થયેલું છે એ તેઓએ જાણ્યું.


અને પોતા પર જે વીત્યું હતું, તે હામાને પોતાની પત્ની ઝેરેશને તથા પોતાના સર્વ મિત્રોને કહી સંભળાવ્યું, ત્યારે તેના મિત્રમંડળે તથા તેની પત્ની ઝેરેશે તેને કહ્યું, “મોર્દખાય કે, જેની આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદીઓના વંશનો હોય, તો તેની વિરુદ્ધ તમારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચે તમારી પડતી થશે.”


યહૂદીઓએ પોતાના સર્વ સત્રુઓનો તરવારથી સંહાર કરીને તેમનો નાશ કર્યો, અને પોતાના દ્વેષીઓ સાથે પોતાની મરજીમાં આવે તેમ વર્તન ચલાવ્યું.


યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; તારા પર પ્રેમ રાખનારાં ક્ષેમકુશળ રહો.


જેઓ મને “આહા, આહા” કહે છે, તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.


મારા આત્માના વૈરીઓ ફજેત થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.


વળી યહોવા કહે છે, “સિયોન પર્વત પર ને યરુશાલેમ પર હું મારું સર્વ કામ પૂરું કરીશ, તે પછી હું આશૂરના રાજાના મનમાં આવેલા અભિમાનને તથા તેની મગરૂબ દષ્ટિના ગર્વને જોઈ લઈશ.


જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે, તેમાં તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે, ત્યારે તો તે ભૂખ્યોલ જ હોય છે; અને જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે [પાણી] પીએ છે; પણ જ્યારે તે જાગે છે, ત્યારે હજી તે તરસ્યો જ હોય છે, ને નિર્બળ હોય છે; તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે.


તે માટે યહોવા સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, અને હસી કાઢયો ચે; યરુશાલેમની દીકરીએ તારી તરફ ડોકું ધુણાવ્યું છે.


વળી હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.’”


હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ એક્ત્ર થઈ છે, તેઓ કહે છે, “તેને ભ્રષ્ટ કરીએ, ને સિયોન ઉપર આપણી દષ્ટિ ઠારીએ.”


તે દિવસે હું યરુશાલેમ સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ; જે તેનો ભાર પોતાના પર લેશે તેઓ સર્વ સખત રીતે ઘાયલ થશે; અને પૃથ્વીની સર્વ પ્રજાઓ યરુશાલેમની વિરુદ્ધ એકત્ર થશે.


તે દિવસે હું યહૂદિયાના અમલદારોને લાકડાંમાં અગ્નિથી ભરેલી ચિનગારી સમાન તથા પૂળીઓમાં બળતી મશાલ સમાન કરીશ. તેઓ આસપાસના સર્વ લોકોને, ડાબે હાથે તથા જમણે હાથે, સ્વાહા કરી નાખશે. અને યરુશાલેમ [ના લોકો] હજી પણ ફરીથી પોતાની જગાએ, એટલે [અસલના] યરુશાલેમમાં, વસશે.


જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan