Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 129:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેઓએ મારા નાનપણથી મને બહુ દુ:ખ દીધું છે, એમ ઇઝરાયલ હમણાં કહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ‘શત્રુઓએ બાળપણથી જ મારા પર અત્યંત જુલમ કર્યો છે,’ એમ ઇઝરાયેલના લોક કહો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલને કહેવા દો, “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 129:1
26 Iomraidhean Croise  

મારા દુ:ખમાં મેં યહોવાને પોકાર કર્યો, અને તેમણે મારું સાંભળ્યું.


હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે?


જ્યારે તેઓએ મને કહ્યું, “આપણે યહોવાને મંદિરે જઈએ, ” ત્યારે હું આનંદ પામ્યો.


હે આકાશમાં બિરાજનાર, હું તમારી તરફ મારી આંખો ઊંચી કરું છું.


હવે, ઇઝરાયલ એમ કહો કે, જો યહોવા અમારા પક્ષમાં ન હોત,


યહોવા પર વિશ્વાસ રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.


જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું.


જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.


જેઓ યહોવાથી ડરે છે અને તેમના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે.


મારી જુવાનીના વખતથી હું દુ:ખી તથા મરણતોલ થઈ ગયેલો છું; તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો છું.


માટે તેઓને માથે બોજ નાખીને તેઓને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને માટે પીથોમ તથા રામસેસ નગરો વખારોને માટે બાંધ્યાં.


અને ફારુને પોતાના સર્વ લોકોને ફરમાવ્યું, “જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો, અને પ્રત્યેક છોકરીને તમારે જીવતી રહેવા દેવી.”


જેની પાછળ તું નાનપણથી શ્રમ કરતી આવી છે, તે તારા ધંતરમંતર તથા તારાં પુષ્કળ જાદુ લઈને ઊભી રહેજે; તું કદાચિત લાભ પ્રાપ્ત કરી શકે, કદાચિ ભય ઉત્પન્ન કરે.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


હું તારી આબાદીના વખતમાં તને કહેતો; ત્યારે તું બોલતો કે, ‘હું સાંભળીશ નહિ’ તારી તરુણાવસ્થાથી તારી રીતભાત એવી હતી કે, તેં મારા કહ્યા પર લક્ષ આપ્યું નહિ.


દુ:ખને લીધે તથા સખત દાસત્વને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે; તે પરદેશીઓમાં વસે છે, તેને ચેન પડતું નથી; તેની પાછળ પડનારા સર્વએ તેને સંકડામણમાં લાવીને પકડી પાડ્યો છે.


તેઓએ મિસરમાં વ્યભિચાર કર્યો; તેઓએ પોતાની યુવાવસ્થામાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓનાં સ્તન દાબવામાં આવ્યાં. ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીંટડીઓ છોલાઈ.


ઇઝરાયલ બાળકિ હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો.


અને હું તેને ત્યાંથી તેની દ્રાક્ષાવાડીઓ તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ આપીશ; અને જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં તથા પોતે મિસરમાંથી બહાર નીકળી આવી હતી તે દિવસોમાં [કરતી] તેમ તે ત્યાં ઉત્તર આપશે.”


યહોવાએ જે પ્રમાણે તેમને કહ્યું હતું, ને યહોવાએ તેઓની આગળ પ્રતિ લીધી હતી તે પ્રમાણે, જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમની હાનિને માટે યહોવાનો હાથ તેમની વિરુદ્ધમાં હતો; અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા.


તે માટે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓની વેચી દીધા. અને આઠ વર્ષ સુધી ઇઝરાયલી લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.


હવે ઇઝરાયલના આખા દેશમાં એકે લુહાર મળતો નહોતો, કેમ કે પલિસ્તીઓ કહેતા હતા, “હિબ્રૂઓને પોતાને માટે તરવાર કે ભાલા બનાવવા ન દેવા.”


Lean sinn:

Sanasan


Sanasan