Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 124:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તો અમારા પર શત્રુઓનો ક્રોધ ભભૂકી ઊઠયો ત્યારે તેઓ અમને જીવતા ગળી ગયા હોત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત; અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 124:3
18 Iomraidhean Croise  

પણ એકલા મોર્દખાય ઉપર હાથ નાખવો એ તેને હલકું લાગ્યું. કેમ કે મોર્દખાય કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. તે માટે હામાને અહાશ્વેરોશના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો, એટલે મોર્દખાયની આખી કોમનો, વિનાશ કરવાની કોશિશ કરી.


જ્યારે કુકર્મીઓ, એટલે મારા વેરીઓ તથા શત્રુઓ, મને ઠાર કરવાને ચઢી આવ્યા, ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા.


તેઓ પોતાના હ્રદયમાં એમ ન કહે, “આહા, અમારે એ જ જોઈતું હતું.” તેઓ એમ ન કહે, “અમે તેને ગળી ગયા છીએ.”


જે મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, [ત્યારે] ઈશ્વર આકાશથી [સહાય] મોકલીને મને બચાવશે. (સેલાહ) તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે.


તેઓએ પોતાના મનમાં ધાર્યું, “તેઓનું નામનિશાન રહેવા દઈએ નહિ;” તેઓએ દેશનાં સર્વ સભાસ્થાનોને બાળી નાખ્યાં છે.


ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.


તેઓએ કહ્યું છે, “ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ કે, ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી રહે નહિ.”


તેઓએ એકમતે મસલત કરી છે; તેઓ ભેગા થઈને તમારી વિરુદ્ધ કરાર કરે છે;


શેઓલની જેમ આપણે તેઓને જીવતા ને જીવતા સ્વાહા કરી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય!


‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે, તેણે મને ખાંડયો છે, મને ખાલી પાત્રના જેવો કર્યો છે, અજગરની જેમ, તે મને ગળી ગયો છે, તેણે મારાં મિષ્ટાન્નોથી પોતાનું પેટ ભર્યું છે; તેણે મને કાઢી મૂક્યો છે.


ત્યારે નબૂખાદનેસ્સારને રોમેરોમે ક્રોધ વ્યાપ્યો, ને શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોની સામે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું! તેણે એવો હુકમ ફરમાવ્યો, “ભઠ્ઠી હમેશાં ગરમ કરવામાં આવતી હતી તે કરતાં સાતગણી ગરમ કરવી.”


યહોવાએ એક મોટી માછલી યૂનાને ગળી જવા માટે નિર્માણ કરી હતી. અને યૂના ત્રણ દિવસ ને ત્રણ રાત તે માછલીના પેટમાં રહ્યો.


જ્યારે હેરોદને માલૂમ પડયું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો, ને [માણસો] મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી‍ ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં જેટલાં બાળકો બેથલેહેમમાં તથા તેની બધી સીમમાં હતાં, તેઓ સર્વને તેણે મારી નંખાવ્‍યાં.


તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્‍ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.


Lean sinn:

Sanasan


Sanasan