Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 120:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 યોદ્ધાઓનાં તીક્ષ્ણ તીરોથી અને ધગધગતા અંગારાથી તને સજા થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે; અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 120:4
19 Iomraidhean Croise  

તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હ્રદયને [વીંધે છે] , તેથી લોકો તમને શરણ થાય છે.


ઈશ્વર તારું સત્યાનાશ વાળશે, તને પકડીને તે તને તારા તંબુમાંથી ખેંચી કાઢશે, અને પૃથ્વીમાંથી તને ઉખેડી નાખશે. (સેલાહ)


મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.


તેઓ મોંમાંથી ફીણ કાઢે છે; તેઓના હોઠોમાં તરવારો છે; [તેઓ એવું બોલે છે કે,] કોણ સાંભળનાર છે?


વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે. તે પોતાનાં બાણને બળતાં તીર કરે છે.


પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે; પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે.


દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].


અધર્મી પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ સમજદારીથી સદાચારીનો બચાવ થશે.


જૂઠા હોઠો યહોવાને કંટાળરૂપ છે; પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે.


અધમ માણસ તરકટ રચે છે; તેના હોઠોમાં બાળી મૂકનાર અગ્નિ છે.


મરણ તથા જીવન જીભની સત્તામાં છે; અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે.


કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, અને તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે.


જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ; અને જૂઠું બોલનાર માણસ [સજાથી] બચી જશે નહિ.


જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ; અને જૂઠું બોલનાર માણસ નાશ પામશે.


તે માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા એમ કહે છે, “જુઓ, હું તેઓને ગાળીને પારખીશ, કેમ કે મારા લોકની દીકરીને માટે હું બીજું શું કરું?


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


Lean sinn:

Sanasan


Sanasan