Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 12:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહ કહે છે, “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ અને તમારું રક્ષણ કરવા આવીશ, કારણ કે ગરીબો લૂટાયા તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે. તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 12:5
27 Iomraidhean Croise  

પણ તે [લાચારોને] તેઓની તરવારથી, અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે.


જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે, અને વિનાશ આવશે ત્યારે તું બીશે નહિ.


હે યહોવા, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો; ગરીબોને વીસરી ન જાઓ.


એ માટે કે તમે અનાથ તથા દુ:ખીઓનો ન્યાય કરો, અને તેથી પૃથ્વીનું માણસ હવે પછી ત્રાસદાયક રહે નહિ.


સર્વ સમયે તે ફતેહ પામે છે; તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી. તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.


જે ઉદારતા તમે તમારા ભક્તોને માટે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારાને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!


આ કંગાલ પુરુષે પોકાર કર્યો, અને યહોવાએ તેનું સાંભળીને તેનાં સર્વ સંકટમાંથી તેને બચાવ્યો.


તેઓ નિંદા કરે છે, અને ભૂંડાઈ વિષે બોલે છે; તેઓ જુલમની બડાઈ હાંકે છે


ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”


ગરીબ પર જુલમ કરનાર પોતાના સરજનહારની નિંદા કરે છે; પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે.


મરણ તથા જીવન જીભની સત્તામાં છે; અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે.


ત્યારે મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ ગુજારવામાં આવે છે તે સર્વ મેં જોયું. જુલમ વેઠનારાઓનાં આંસુ [પડતાં હતાં] , અને તેમને દિલાસો આપનાર કોઈ નહોતું! તેમના પર જુલમ ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પણ જુલમ વેઠનારાઓને દિલાસો આપનાર કોઈ નહોતું.


જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.


તે મિસર દેશમાં સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે ચિહ્નરૂપ તથા સાક્ષ્યરૂપ થશે; તેઓ જુલમગારોને લીધે યહોવાને પોકારશે, અને તે તેઓને માટે તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે.


યહોવા કહે છે, “હમણાં હું ઊઠીશ; હમણાં હું પોતાને ઊંચો કરીશ; હમણાં હું મોટો મનાઈશ.


તેના પિતાએ પોતે તો ક્રૂરતા વાપરીને જુલમ કર્યો, જબરદસ્તીથી પોતાના ભાઈને લૂંટ્યો, ને પોતાના લોકોમાં જે સારું નહિ ગણાય તે કર્યું, તેને લીધે, જો, તેની પોતાની જ દુષ્ટતાને લીધે તે માર્યો જશે.


તેઓ પાછા આવે છે, પણ આકાશવાસી તરફ નહિ; તેઓ નિશાન ચૂકવે એવા ધનુષ્યના જેવા છે. તેઓના અમલદારો પોતાની જીભના જુસ્સાને લીધે તરવારથી માર્યા જશે:આને લીધે મિસર દેશમાં તેમની હાંસી થશે.


જુઓ, જે મજૂરોએ તમારાં ખેતર કાપ્યાં છે, તેઓની મજૂરી તમે દગો કરીને અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે. અને કાપનારાઓની બૂમ સૈન્યોના પ્રભુના કાનોમાં આવી પહોંચી છે.


અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુ:ખને લીધે યહોવાનો આત્મા ખિન્‍ન થયો.


Lean sinn:

Sanasan


Sanasan