Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:98 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

98 તમારી આજ્ઞાઓ મારા શત્રુઓના કરતાં મને બુદ્ધિમાન કરે છે; કેમ કે તેઓ સદા મારી પાસે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

98 તમારી આજ્ઞાઓ સદા મારી સાથે છે; તે મને મારા શત્રુઓ કરતાં વિશેષ જ્ઞાની બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણકે મારી પાસે સર્વદા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:98
12 Iomraidhean Croise  

હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.


મેં સત્યનો માર્ગ પસંદ કર્યો છે; મેં મારી નજરમાં તમારાં ન્યાયવચનોને રાખ્યાં છે.


કેમ કે યહોવા જ્ઞાન આપે છે; તેમના મુખમાંથી ડહાપણ તથા બુદ્ધિ [નીકળે છે] ;


દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ યહોવાની શોધ કરનારાઓ બધી બાબતો સમજે છે.


માટે તે પાળીને અમલમાં મૂકો; કેમ કે એથી દેશજાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે, ખરેખર, આ મહાન દેશજાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે.


અને એવી કઈ મોટી દેશજાતિ છે કે જેને આ સર્વ નિયમો કે જે હું આજે તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા અદલ વિધિઓ તથા કાનૂનો હોય?


ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે; ગીતો, ‍સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપાસહિત તમારાં હ્રદયોમાં પ્રભુની આગળ ગાઓ.


પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.


દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણથી વર્તતો; અને યહોવા તેની સાથે હતા.


ત્યાર પછી પલિસ્તીઓના સરદારો સવારીએ નીકળવા લાગ્યા. તેઓ જેટલી વખત સવારીએ નીકળ્યા તેટલી વખત એમ થયું કે, શાઉલના સર્વ ચાકરો કરતાં દાઉદ ચતુરાઈથી વર્ત્‍યો; તેથી તેનું નામ ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું.


જ્યાં કહીં શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે ચાલ્યો જતો, ને ડહાપણથી વર્તતો. શાઉલે તેને લડવૈયા માણસો પર સરદાર નીમ્યો, અને એ સર્વ લોકોની દષ્ટિમાં તેમજ શાઉલના દરબારીઓની દષ્ટિમાં પણ સારું લાગ્યું.


Lean sinn:

Sanasan


Sanasan