Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 ગર્વિષ્ઠોએ મારો બહુ તિરસ્કાર કર્યો છે, તોપણ હું તમારા નિયમથી પાછો હઠ્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

51 ગર્વિષ્ઠ જનો મારો સતત ઉપહાસ કરે છે, છતાં હું તમારા નિયમથી વિમુખ થયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:51
14 Iomraidhean Croise  

મારો પગ તેમનાં પગલાંને વળગી રહ્યો છે; મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે, અને આડોઅવળો ગયો નથી.


મને સતાવનારા તથા મારા શત્રુઓ ઘણા છે; તોપણ હું તમારાં સાક્ષ્યોથી પાછો હઠી ગયો નથી.


તમે ગર્વિષ્ઠોને ધમકાવો છો; તમારી આજ્ઞાઓને તજીને ભટકનારાઓ પર શાપ આવે છે.


હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવા, મને ફજેત ન કરો.


ગર્વિષ્ઠોએ મારા પર આળ મૂક્યું છે; પણ હું મારા ખરા હ્રદયથી તમારાં શાસનો પાળીશ.


અમારું હ્રદય પાછું હઠી ગયું નથી, અને અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી;


“હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી સમક્ષ ચાલ્યો છું, ને તમારી દષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે, એનું સ્મરણ કરો.” પછી હિઝકિયા બહુ રડયો.


તે પૃથ્વી પર ધર્મ સ્થાપિત કરશે, ત્યાં સુધી તે મંદ થનાર નથી, ને નાઉમેદ થશે નહિ; અને ટાપુઓ તેના બોધની વાટ જોશે.”


હે યહોવા, તમે મને ફોસલાવ્યો, ને હું ફસાઈ ગયો! મારા કરતાં તમે બળવાન છો, ને તમે મને જીત્યો છે; હું આખો દિવસ તિરસ્કારનું કારણ થઈ પડયો છું, સર્વ મારી મશ્કરી કરે છે.


લોકો જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, [એટલે] તેમનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે.”


Lean sinn:

Sanasan


Sanasan