Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:49 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

49 તમારી જે પ્રતિજ્ઞાથી તમે મને આશા બંધાવી છે, તેને તમારા આ સેવકના હક્કમાં સંભારો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો, તે વચન મને આશા આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:49
18 Iomraidhean Croise  

અને યાકૂબે કહ્યું, “ઓ યહોવા, મારા પિતા ઇબ્રાહિમના ઈશ્વર તથા મારા પિતા ઇસહાકના ઈશ્વર, તમે મને કહ્યું હતું કે તું તારે દેશ તથા તારા સગાંની પાસે પાછો જા, ને હું તારું ભલું કરીશ.


અને નૂહ તથા તેની સાથે જે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતાં તેઓને ઈશ્વરે સંભાર્યાં; અને ઈશ્વરે પૃથ્વી પર પવન ચલાવ્યો, ને પાણી ઊતરી ગયાં.


ગતકાળમાં શાઉલ રાજા અમારા પર રાજ કરતા હતા, ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા; અને યહોવાએ તમને કહ્યું હતું, ‘તું મારા લોક ઇઝરાયલને પાળશે, ને તું ઇઝરાયલ પર અધિપતિ થશે.’”


હવે, હે યહોવા ઈશ્વર, જે વચન તમે તમારા સેવક વિષે તથા તેના ઘર વિષે ઉચ્ચાર્યું છે, તે સદાને માટે કાયમ કરો, ને તમારા બોલ્યા પ્રમાણે કરો.


અરે યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે, મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.


તેમની આગળ ગાઓ. તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો


તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના પવિત્ર વચનનું સ્મરણ કર્યું.


હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો, તે મહેરબાનીથી તમે મને સંભારો; તમારું તારણ આપીને મારી મુલાકાત લો;


તેઓને માટે તેમણે પોતાનો કરાર યાદ કર્યો, અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.


પ્રભાત થયા પહેલાં મેં અરજ કરી; મેં તમારી વાતની આશા રાખી.


મારા મુખમાંથી સત્યવચનો કદી ન લઈ લો; કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.


તમારાથી બીનારા મને જોઈને આનંદ પામશે; કેમ કે મેં તમારી વાતની આશા રાખી છે.


તમારા તારણને માટે મારો જીવ મૂંઝાય છે; પણ હું તમારા વચનની આશા રાખું છું.


પણ હું નિત્ય તમારી આશા રાખીશ, અને તમારું સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ.


હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.


હવે ઈશ્વર કે, જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.


એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો, અને ઈસુ ખ્રિસ્તના‍ પ્રગટ થવાને સમયે તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો.


તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.


Lean sinn:

Sanasan


Sanasan