Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમે તમારાં શાસનો ચોક્સાઈથી પાળવાનું અમને ફરમાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમે જ અમને તમારા આદેશો ખંતથી પાળવાનું ફરમાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે અમને નિયમો આપ્યાં છે, તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:4
20 Iomraidhean Croise  

હું આર્તાહશાસ્તા રાજા નદી પારના સર્વ ખજાનચીઓને આથી હુકમ કરું છું કે, એઝરા યાજક, જે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી છે, તે તમને જે કંઈ કરવાનું કહે તે બનતી તાકીદે તમારે કરવું.


અને યહોવાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે મૂસા તથા હારુને કર્યું.


પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે, મારું સાંભળો, અને હું તમારો ઈશ્વર થઈશ, ને તમે મારા લોક થશો; તમારું હિત થાય, માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.


હું યહોવા તમારો ઈશ્વર છું. મારા વિધિઓ પ્રમાણે ચાલો, ને મારી આજ્ઞાઓ પાળો, ને તેમનો અમલ કરો.


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો.


જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.”


અને મારી આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખશો. ને તમારા ખરા મનથી ને ખરા જીવથી તેમની સેવા કરશો, તો એમ થશે કે,


કેમ કે આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે જો તમે ખંતથી પાળીને તેમને અમલમાં લાવશો અને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો ને તેમને વળગી રહેશો,


જે જે વિષે હું તમને આજ્ઞા આપું છું તે તે તમારે કાળજી રાખીને કરવું. તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ


તે એ કે આજે હું તને યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની, ને તેમની આજ્ઞાઓ તથા તેમના વિધિઓ તથા તેમના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે ને તારી વૃદ્ધિ થાય. અને જે દેશનું વતન પામવા તું જાય છે, તેમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.


અને હવે, હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ દઈને તેમનો અમલ કરો. એ માટે કે તમે જીવતા રહો, ને જે દેશ યહોવા તમારા પિતૃઓના ઈશ્વર તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો.


માત્ર પોતાના વિષે સાવધાન રહે, ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ, રખેને તારી નજરે જોયેલાં કૃત્યો તું ભૂલઈ જાય, ને રખેને તારા આયુષ્યના સર્વ દિવસોભર તારા અંત:કરણમાંથી તે જતાં રહે; પણ તારાં છોકરાને તથા તારાં છોકરાંના છોકરાને એ જણાવ.


યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ તથા કરારો તથા વિધિઓ તેમણે તને ફરમાવ્યાં છે તે તમે ખંતથી પાળો.


માટે, હે ઇઝરાયલ, સાંભળ, ને કાળજી રાખીને તે પાળ; એ માટે કે જેમ યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને વચન આપ્યું છે તેમ દૂધમધની રેલમછેલવાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો.


પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.


કેમ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે, અને તેમની આજ્ઞાઓ ભારે નથી.


Lean sinn:

Sanasan


Sanasan