Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, કેમ કે તમે મારા હ્રદયને પ્રફુલ્‍લિત કરો છો. હે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ કારણ, તમે મારી સમજ વધારતા જાઓ છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો. હે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ; કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:32
17 Iomraidhean Croise  

અને ત્યાંથી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો; અને તેને માટે તેઓ લડયા નહિ અને તેણે તેનું નામ રહોબોથ પાડયું; અને કહ્યું હવે યહોવાએ અમને પુષ્કળ જુગા આપી છે, ને આ દેશમાં અમે સફળ થઈશું.


ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકાંઠાની રેતીના પટસમું વિશાળ મન આપ્યાં હતાં.


હું તમારાં શાસનોનો શોધનાર છું; માટે હું નિરાંતે જીવીશ.


તમે મારી ચાલવાની જગા ખુલ્લી કરી છે, જેથી મારા પગ સરકી ગયા નથી.


મારું આકર્ષણ કર; અમે તારી પાછળ દોડીશું; રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે; અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું, દ્રાક્ષારસ કરતાં તારા પ્રેમનાં અમે અધિક વખાણ કરીશું: તેઓ તને ચાહે છે તે વાજબી છે.


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ, ને તારું હ્રદય ઊછળશે ને પ્રફુલ્લિત થશે; કેમ કે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે વાળી લવાશે, ને પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”


માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.


હવે પ્રભુ તે આત્મા છે; અને‍ જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.


ઓ કરિંથીઓ, તમારા પ્રત્યે અમારું મોં છૂટું થયું છે, અમારું હ્રદય [તમારે માટે] પ્રફુલ્લિત થયેલું છે.


તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક [જાતનો] બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.


સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવાને માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ ઈશ્વરના સેવકોને શોભે તેમ વર્તો.


Lean sinn:

Sanasan


Sanasan