Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તમારા વિધિઓ [પાળવા] માં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તમારાં ફરમાનોથી હું પ્રસન્‍ન થાઉં છું; હું તમારા શિક્ષણને વીસરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હું તમારા વિધિઓને માનું છું; હું તેમને ભૂલી જઇશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:16
24 Iomraidhean Croise  

પણ યહોવાના નિયમશાસ્‍ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્‍ત્રનું મનન કરે છે


મારો જીવ સદા મારી મુઠ્ઠીમાં છે; તોપણ હું તમારા નિયમને વીસરતો નથી.


હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.


તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ ધનદોલત જેટલો આનંદ મળ્યો છે.


હું નાનો તથા ધિક્કારાયેલો છું; તોપણ હું તમારાં શાસનો ભૂલી જતો નથી.


શોક તથા દુ:ખ મારા પર આવી પડ્યાં છે; તોપણ તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.


મારી વિપત્તિ સામું જુઓ, અને મને બચાવો; કેમ કે હું તમારો નિયમ વીસરતો નથી.


હે યહોવા, હું તમારા તારણને માટે અભિલાષી છું; તમારો નિયમ મારો આનંદ છે.


હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.


વળી તમારાં સાક્ષ્યોથી મને હર્ષ થાય છે. તેમ જ તેઓ મારા મંત્રીઓ પણ છે. દાલેથ


તમારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવો; કેમ કે તેમાં હું સંતોષ પામું છું.


તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ; તેઓ પર મેં પ્રેમ કર્યો છે.


દુષ્ટોનાં બંધનોએ મને ઘેરી લીધો છે: પણ હું તમારા નિયમને વીસરી ગયો નથી.


તેઓનું અંત:કરણ સ્થૂળ છે; પણ હું તમારા નિયમમાં આનંદ માનું છું


હું જીવતો રહું માટે તમારી દયા મારી પાસે આવવા દો; કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.


વળી હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; તોપણ હું તમારા વિધિઓને વીસરતો નથી.


‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તમારો નિયમ મારા હ્રદયમાં છે.’


નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે; પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.


મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી;


તમારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં તેઓને ખાધાં; અને તમારાં વચનોથી મારા હ્રદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમ કે, હે યહોવા, સૈન્યોના ઈશ્વર, તમારા નામથી હું ઓળખાઉં છું.


કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું.


Lean sinn:

Sanasan


Sanasan