Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:154 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

154 મારી હિમાયત કરો અને મને છોડાવો; તમારા વચન પ્રમાણે મને જીવાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

154 મારા પક્ષની હિમાયત કરો ને મને સજા પામવાથી બચાવો, તમારા વચન પ્રમાણે મને જીવંત રાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

154 મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

154 મારી લડતને લડો અને મને બચાવો! મને તમારા વચન પ્રમાણે જીવવા દો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:154
15 Iomraidhean Croise  

તથાપિ હું તો ઈશ્વરની શોધ કરું, અને મારી બાબત ઈશ્વરને સોંપું;


મારો આત્મા ધૂળભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જીવાડો.


તમારો ભય ઉપજાવનારું તમારું જે વચન છે તે તમારા સેવકના લાભમાં દઢ કરો.


હું તમારાં શાસનોની અભિલાષા રાખું છું; તમારા ન્યાયીપણાથી મને જીવાડો. વાવ.


હે યહોવા, મારી સાથે વાદ કરનારની સાથે તમે વાદ કરો; મારી સામે લડનારની સામે તમે લડો.


મારો ન્યાય કરવા માટે જાગ્રત થાઓ, હે મારા ઈશ્વર તથા મારા માલિક, મારી દાદ સાંભળવા માટે જાગો.


હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.


કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે, અને જેઓ તેમનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.


પણ, હે સૈન્યોના [ઈશ્વર] યહોવા, અદલ ન્યાયાધીશ, અંત:કરણના તથા હ્રદયના પરીક્ષક, તેમના ઉપર તમે વાળેલો બદલો મને જોવા દો; કેમ કે તમારી આગળ મેં મારી ફરિયાદ રજૂ કરી છે.


તેઓનો ઉદ્ધારનાર બળવાન છે; તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને, ને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચય તેઓનો પક્ષ લેશે.


તે માટે યહોવા કહે છે, “જો, હું તારા પક્ષમાં બોલીશ, ને તારું વૈર લઈશ; અને હું તેના સમુદ્રને સૂકવી નાખીશ ને તેના ઝરાને નિર્જળ કરી નાખીશ.


તે તારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે, તે મને બહાર અજવાળામાં લાવશે, [ને] હું તેમનું ન્યાયીપણું જોઈશ.


મારાં બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.


માટે યહોવા ન્યાયાધીશ થઈને મારી ને તમારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરો, ને મને તમારા હાથમાંથી છોડાવો.”


દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો, ત્યારે એમ થયું કે શાઉલે કહ્યું, “મારા દિકરા દાઉદ, શું એ તારો સાદ છે?” અને શાઉલ પોક મૂકીને રડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan