Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:111 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

111 મેં તમારાં સાક્ષ્યોને મારો સદાકાળનો વારસો માન્યાં છે; કેમ કે તેઓ મારા હ્રદયનો આનંદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

111 તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

111 મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

111 હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ, તે મારા હૃદયનો આનંદ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:111
17 Iomraidhean Croise  

તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.


તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ ધનદોલત જેટલો આનંદ મળ્યો છે.


મોટી લૂંટ મેળવનારની જેમ તમારા વચનથી મને આનંદ થાય છે.


હે યહોવા, હું તમારા તારણને માટે અભિલાષી છું; તમારો નિયમ મારો આનંદ છે.


તમારાથી બીનારા મને જોઈને આનંદ પામશે; કેમ કે મેં તમારી વાતની આશા રાખી છે.


જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુ:ખમાં નાશ પામત.


યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો.


યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હ્રદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.


યહોવાનો ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે; યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.


તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલુમ કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાના સેનકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, ” એમ યહોવા કહે છે.


તમારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં તેઓને ખાધાં; અને તમારાં વચનોથી મારા હ્રદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમ કે, હે યહોવા, સૈન્યોના ઈશ્વર, તમારા નામથી હું ઓળખાઉં છું.


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


મૂસાએ અમને, યાકૂબના સમુદાયને, વારસા તરીકે નિયમશાસ્‍ત્ર આપ્યું.


અને [ઈશ્વર] પિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે, તેમની આભારસ્તુતિ કરો.


એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યાં હતાં. તે [કરનારા] ના ઉદ્ધારને માટે તે પોતે મરણ પામે, અને જેઓને તેડવામાં આવ્યા છે, તેઓને અનંતકાળના વારસાનું વચન મળે, માટે તે નવા કરારના મધ્યસ્થ છે.


અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વતન તમારે માટે આકાશમાં રાખી મૂકેલું છે,


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


Lean sinn:

Sanasan


Sanasan