Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 118:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓએ મધમાખીઓની જેમ મને ઘેરી લીધો હતો; પણ તેઓ સળગેલા કાંટાની જેમ હોલવાઈ ગયા છે; યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 મધમાખીઓની જેમ તેમણે મને ઘેર્યો હતો, પણ તે ઝાંખરાની આગની જેમ જલદી હોલવાઈ ગયા અને યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો; પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે. હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 118:12
18 Iomraidhean Croise  

પણ સર્વ બલિયાલપુત્રો તો ઝાડી કાઢવાના કાંટા જેવા થશે, કેમ કે હાથથી તે પકડાય નહિ.


સંકટને સમયે યહોવા [તારું સાંભળીને] તને ઉત્તર આપો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.


તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.


તમારાં હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, ગમે તો તેઓ લીલા હોય કે સૂકા હોય તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.


હે યહોવા, અમારા ઈશ્વર, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે!


કેમ કે જેવો હાંલ્લા નીચે કાંટાનો ભડભડાટ હોય છે, તેવું મૂર્ખનું હસવું છે! એ પણ વ્યર્થતા છે.


મારામાં ક્રોધ નથી; યુદ્ધમાં ઝાંખરાં તથા કાંટા મારી સામે હોત તો કેવું સારું! તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખત.


અને લોકો ભઠ્ઠીના ચૂના જેવા, અગ્નિમાં બાળી નાખેલા કાપેલા કાંટા જેવા થશે.


કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા કાંટાઓ જેવા હશે, ને જાણે કે પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે તોપણ સૂકા કચરાની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.


અને તે પહાડી પ્રદેશમાં રહેનાર અમોરીઓ તમારી વિરુદ્ધ નીકળી આવ્યા, ને માખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, ને સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર ખવડાવી.


ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું, “તું તરવાર, ભાલો ને બચ્છી લ ઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના યહોવા, ઇઝરાયલનાં સૈન્યોના ઈશ્વર, જેમનો તેં તિરસ્કાર કર્યો છે, તેમને નામે તારી સામે આવું છું.


Lean sinn:

Sanasan


Sanasan