Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 110:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો] , તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવવા ઇચ્છશે. સવારે તેં તારા પવિત્ર વસ્રો ધારણ કરેલા છે. તારી યુવાવસ્થાનું જોર તને દોરવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 110:3
28 Iomraidhean Croise  

યહોવાના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો; પવિત્ર વસ્ત્ર પહેરીને યહોવાની આગળ નમો.


જેઓ યરુશાલેમમાં રહેવા માટે રાજીખુશીથી આગળ પડ્યા, તે સર્વ માણસોને લોકોએ ધન્યવાદ આપ્યો.


યહોવાના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા [ધારણ કરીને] યહોવાને ભજો.


પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો; આખી પૃથ્વી, તેમની આગળ કંપો.


મંદિરનો નિયમ એ છે કે, પર્વતનાં શિખર પરની આખી સપાટી ચોતરફ પરમપવિત્ર ગણાય. જો મંદિરનો નિયમ એ છે.


તેઓ આશૂર દેશને તરવારથી તથા નિમ્રોદના દેશને તેના નાકામાં ઉજ્‍જડ કરી મૂકશે. અને જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવીને આપણી હદમાં ફરશે, ત્યારે તે તેના હાથમાંથી આપણને છોડાવશે.


પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”


એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ.


માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તે તેમણે રેડ્યું છે.


ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં, અને તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.


તે સાંભળીને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને કહ્યું, “ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તું જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્‍ત્રને પાળે છે.


તોપણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને [વિશ્વાસ કરનારા] ની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.


કેમ કે જોકે તે નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયા, તોપણ તે ઈશ્વરના સામર્થ્ય વડે જીવે છે. કેમ કે અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે તમારે માટે જીવીશું.


કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.


પણ ઈશ્વરની સ્તુતિ થાઓ કે, જેમણે તિતસના હ્રદયમાં તમારે માટે તેની કાળજી ઉત્પન્‍ન કરી.


એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.


કેમ કે જે પોતાની પ્રસન્‍નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે, તે તો ઈશ્વર છે.


કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને માટે નહિ, પણ પવિત્રતામાં તેડયા છે.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે [સર્વ] કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.


આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


“આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની કરી, અને લોકોએ રાજીખુશીથી પોતાને અર્પી દીધા, માટે તમે યહોવાને ધન્યવાદ આપો.


ઇઝરાયલના જે અધિકારીઓએ લોકોની સાથે રાજીખુશીથી પોતાને અર્પી દીધા, તેઓની તરફ મારું હ્રદય છે; યહોવાને ધન્યવાદ આપો.


Lean sinn:

Sanasan


Sanasan