Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 11:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવા પોતાના પવિત્રસ્થાનમાં છે, યહોવાનું રાજ્યાસન આકાશમાં છે; તેમની આંખો મનુષ્યોને જુએ છે તથા તેમનાં પોપચાં પારખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે, પ્રભુનું રાજ્યાસન સ્વર્ગમાં છે; તેમની આંખો માનવજાતને નિહાળે છે, તે એક પલકારામાં તેમને પારખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. યહોવાનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 11:4
28 Iomraidhean Croise  

કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું મંદિરમાં રહ્યો નથી. પણ એક તંબુથી બીજા તંબુમાં તથા [એક] મંડપથી [બીજા મંડપમાં] ફરતો રહ્યો છું.


કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યાં કરે છે, જેથી જેઓનું અંત:કરણ તેમની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે. આમા તેં મૂર્ખાઈ કરી છે; કેમ કે હવેથી તારે યુદ્ધો કરવાં પડશે.”


[ઈશ્વર] તેમને નિર્ભય સ્થિતિ આપે છે, અને તે પર તેઓ આધાર રાખે છે; અને તેમની દષ્ટિ તેઓના માર્ગો પર છે.


યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેમના રાજયની સત્તા સર્વ ઉપર છે.


આપણા ઈશ્વર યહોવા જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચસ્થાનમાં રાખે છે.


હે ઈશ્વર, મારી પરીક્ષા કરો, અને મારું અંત:કરણ ઓળખો; મને પારખો, અને મારા વિચારો જાણી લો;


કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાએ આકાશમાંથી મનુષ્યો ઉપર દષ્ટિ કરી.


મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, અને મારા ઈશ્વરને અરજ કરી; તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, અને તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.


આકાશમાં જે બેઠા છે, તે હાસ્‍ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.


યહોવા આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યોને જુએ છે.


તો ઈશ્વર જે હ્રદયની ગુપ્ત વાતો જાણે છે તે શું તે ખોળી કાઢશે નહિ?


તે પોતાના પરાક્રમથી સદા રાજ કરે છે; તેમની આંખો પ્રજાઓને નિહાળે છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. (સેલાહ)


યહોવા સિયોનમાં રહે છે, તેમનાં સ્તોત્ર ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.


યહોવાની દષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.


યહોવા એવું કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, ને પૃથ્વી મારું પાયાસન છે; તમે મારે માટે કેવું ઘર બાંધશો? અને મારું વિશ્રામસ્થાન કેવું થશે?”


હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું કે, હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.


શું ગુપ્તસ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે, હું તેને નહિ જોઉં? એવું યહોવા કહે છે. શું હું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે.


હે પ્રજાઓ, તમે સર્વ સાંભળો. હે પૃથ્વી, તથા તે ઉપર જે છે તે સર્વ, ધ્યાન દો; અને પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાંથી, એટલે પ્રભુ યહોવા, તમારી વિરુદ્ધ સાક્ષી થાઓ.


પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો.”


હે સર્વ માણસો, યહોવાની હજૂરમાં ચૂપ રહો; કેમ કે તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી જાગૃત થયા છે.”


અને જે કોઈ મંદિરના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે છે તેના પણ સમ ખાય છે.


પણ હું તમને કહું છું કે, કંઈ જ સમ ન ખાઓ; આકાશના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે;


‘આકાશ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાદાસન છે; તો તમે મારે માટે કેવું મંદિર બાંધશો?’ એમ પ્રભુ કહે છે, અથવા ‘મારું વિશ્રામસ્થાન ક્યું હોય?


જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે‌‌ છે.


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


એકાએક હું આત્મામાં હતો અને જુઓ, આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તે રાજ્યાસન પર એક [જણ] બેઠેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan