Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 11:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે, જુઓ, દુષ્ટો ધનુષ્ય તાણે છે, પણછ પર બાણ તૈયાર કરે છે કે, તેઓ અંધારામાં શુદ્ધ હ્રદયવાળાઓને મારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 કારણ કે દુષ્ટોએ ધનુષ્યો પર પોતાનાં બાણ ચડાવીને તાક્યાં છે; જેથી તેઓ અંધારામાં જ સજ્જનોને વીંધી નાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ, તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે. તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે, અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 11:2
18 Iomraidhean Croise  

દુષ્ટો ગર્વિષ્ટ થઈને દીન પુરુષને બહુ સતાવે છે. પોતાની કલ્પેલી યુક્તિઓમાં તેઓ ફસાઈ પડે.


હે યહોવા, જેઓ સારાં છે, અને જેઓનાં હ્રદય યથાર્થ છે તેઓનું તમે કલ્યાણ કરો.


જ્યારે મારો આત્મા નિર્ગત થાય છે, ત્યારે તમે મારો માર્ગ જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.


તમે તમારી પણછથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.


હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ; અને, હે હ્રદયના યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો.


નગ્ન તથા દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે, દુષ્ટોએ તરવાર તાણી છે, અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.


ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે, અને તેમના પર ભરોસો રાખશે, અને હ્રદયના સર્વ યથાર્થીઓ જયજયકાર કરશે.


મારી ઢાલ ઈશ્વર છે, તે યથાર્થ હ્રદયવાળાઓને તારે છે.


જો માણસ [પાપથી] ન ફરે, તો તે તેની તરવાર ઘસશે; તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે.


કેમ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને યથાર્થ હ્રદયવાળા સર્વ તેને અનુસરશે.


ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.


ધનુષ્ય ખેંચવામાં આવે છે તેમ તેઓ જૂઠું બોલવા માટે પોતાની જીભ ખેંચે છે. દેશમાં તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ સત્યને માટે તેઓ પરાક્રમી નથી. તેઓ દુષ્કર્મ કર્યા પછી એથી અધિક દુષ્કર્મ કરવા જાય છે, અને તેઓ મને ઓળખતા નથી, ” એવું યહોવા કહે છે.


અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ યોજના કરી.


અને શાઉલે [મનમાં] કહ્યું, “હું તે તને આપીશ કે, તે તેને ફાંદારૂપ થાયને પલિસ્તીઓનો હાથ તેની વિરુદ્ધ થાય.” તેથી શાઉલે દાઉદને કહ્યું, “આજ તું બીજી વાર મારો જમાઈ થશે.”


દાઉદ જાણતો હતો કે, શાઉલ મને ઉપદ્રવ કરવા યુક્તિઓ રચે છે; તેથી તેણે અબ્યાથાર યાજકને કહ્યું, “એફોદ અહીં લાવ.”


Lean sinn:

Sanasan


Sanasan