Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 11:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો, “પક્ષીની જેમ તું તારા પર્વત પર ઊડી જા?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હું તો રક્ષણ માટે પ્રભુને શરણે આવ્યો છું; તો પછી તમે મને એમ કેમ કહો છો કે, “હે પક્ષી, તું તારા પર્વત પર ઊડી જા?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો કે, “પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 11:1
21 Iomraidhean Croise  

આસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરી, “હે યહોવા, બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર, તમારા સવાય બીજો કોઈ નથી. હે યહોવા, અમારા ઈશ્વર, અમને સહાય કરો. અમે તમારા પર ભરોસો રાખીએ છીએ, તમારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવા, તમે અમારા ઈશ્વર છો; તમારી વિરુદ્ધ માણસ ફાવી જાય નહિ.”


કૂશીઓ તથા લુબીઓનું સૈન્ય શું મહામોટું નહોતું, તથા તેમની સાથે અતિઘણા રથો તથા ઘોડેસવારો નહોતા? તોપણ તેં યહોવા પર ભરોસો રાખ્યો હતો, માટે યહોવાએ તેઓને તારા હાથમાં સોંપ્યાં.


મેં કહ્યું, “શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા માટે કોણ મંદિરમાં [ભરાઈ] જાય? હું અંદર નહિ જાઉં.”


હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.


હે મારા ઈશ્વર, મેં તમારા પર ભરોસો રાખ્યો છે, મારી લાજ રાખજો. મારા શત્રુઓ મારા પર જયજયકાર ન કરે.


પણ, હે યહોવા, મને તમારો વિશ્વાસ છે; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”


ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, હું બીવાનો નથી. માણસ મને શું કરનાર છે?


હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું; જે સઘળા મારી પાછળ પડે છે તેઓથી મને બચાવીને છોડાવો.


રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે. અને મને છોડાવનાર કોઈ મળે નહિ.


તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવા, તમે તમારા શોધનારને તજ્યા નથી.


જેમ [શિકારીને] કબજેથી હરણી, અને પારધીના હાથમાંથી પક્ષી [છૂટી જાય] , તેમ તું પોતાને છૂટો કર.


‘અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ, ’ એવું તમે કેમ કહો છો?


તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ તેમની પાસે આવીને કહ્યું, “અહીંથી નીકળી જાઓ; કેમ કે હેરોદ તમને મારી નાખવા ચાહે છે.”


અને દાઉદ પર ચોકી રાખીને સવારે તેને મારી નાખવા માટે શાઉલે તેને ઘેર માણસ મોકલ્યા. અને દાઉદની સ્‍ત્રી મિખાલે તેને ખબર આપી, “જો તું આજે રાત્રે મિખાલે તેને ખબર આપી, “જો તું આજે રાતે તારો જીવ નહિ બચાવે તો કાલે તું માર્યો જશે.”


અને યોનાથાને છોકરાને પાછળથિ હાંક મારી, “ઝડપ કર, જલદી આવ, વિલંબ ન કર.” અને યોનાથનનો છોકરો, બાણ એકત્ર કરીને પોતાના ધણી પાસે પાછો આવ્યો.


ત્યાંથી દાઉદ મોઆબના મિસ્પામાં ગયો. અને તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરવાનો છે એ મારા જાણવામાં ન આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે.”


દાઉદ રાનમાં મજબૂત ગઢોમાં વસ્યો, ને ઝીફના રાનમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ દરરોજ તેના હાથમાં સોંપ્યો નહિ.


દાઉદે પોતાના મનમાં કહ્યું, “હવે તો એક દિવસ હું શાઉલના હાથે માર્યો જઈશ. પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારે માટે સારું નથી. આથી શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સીમાઓમાં મારી શોધ કરવાનું છોડી દેશે. એમ હું તેમના હાથમાંથી બચી જઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan