Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 107:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને યહોવાની કૃપા વિષે વિચાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 જે જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને માણસો પ્રભુની ભલાઈનાં કાર્યો પર વિચાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે; અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 107:43
12 Iomraidhean Croise  

તેઓ યહોવાનાં કૃત્યો તથા તેમના હાથનાં કામો લેખવતા નથી, માટે તે તેઓને તોડી પાડશે અને તેઓને સ્થિર કરશે નહિ.


જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


પછી સર્વ માણસ બીશે; તેઓ ઈશ્વરનાં કૃત્યો પ્રગટ કરશે, અને તેમનાં કામ વિષે સમજણથી વિચાર ચલાવશે.


તેં ઘણી બાબતો જોઈ છે, પણ તેમને નિહાળીને જોઈ નથી; તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.


વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.


[પ્રભુ કહે છે] “હું યરુશાલેમને ઢગલા, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ, તેઓ વસતિહીન થશે.”


[મેં પૂછયું] “ભૂમિ શા માટે નષ્ટ થઈ છે, તે શા માટે રાનની પેઠે એવી બળી ગઈ છે કે તેમાં થઈને કોઈ જતું નથી, એ [શા માટે બન્યું છે એ] સમજનાર બુદ્ધિમાન પુરુષ કોણ? વળી જેને યહોવાએ પોતાને મુખે એ પ્રગુ કરવાને કહ્યું છે તે કોણ?”


પણ જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે કે, તે સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ. કરનાર યહોવા છું; કેમ કે તેઓમાં મારો આનંદ છે, ” એમ યહોવા કહે છે.


ત્યારે તેણે મને કહ્યું, “હે દાનિયેલ, બીશ નહિ; કેમ કે તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ દીન થવામાં લગાડ્યું, તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી; અને તારી વિનંતીઓની ખાતર હું આવ્યો છું.


ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, ને તેમને નિર્મળ કરવામાં આવશે; પણ દુષ્ટો પાપ કર્યા કરશે; અને કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જ્ઞાની જનો સમજશે.


કોણ જ્ઞાની હશે કે, તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે, તેને એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગે ચાલશે; પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે.


Lean sinn:

Sanasan


Sanasan