Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 107:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એ પ્રમાણે યહોવાના છોડાવેલાઓએ બોલવું, એટલે જેઓને તેમણે શત્રુના હાથમાંથી છોડાવ્યા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુ દ્વારા મુક્ત કરાયેલા જનો એ પ્રમાણે કહો; કારણ, તેમણે તમને શત્રુના હાથમાંથી છોડાવ્યા છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ, કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 107:2
20 Iomraidhean Croise  

તેમણે તેઓના વૈરીઓના હાથમાંથી તેઓને તાર્યા, દુશ્મનના હાથમાંથી તેઓને છોડાવ્યા.


તે ઇઝરાયલને તેના સર્વ અન્યાયોથી તારશે.


હું તમારા હાથમાં મારો આત્મા સોંપું છું. હે યહોવા, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.


તેઓ ઉપર ત્રાસ તથા ભય આવી પડે છે; તમારા ભુજના મહત્વથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા છે; જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂર્ણ થાય, હે યહોવા, જ્યાં સુધી તમારા ખરીદેલા લોકો મુકામે પહોંચી જાય, ત્યાં સુધી.


ત્યાં સિંહ દેખાશે નહિ, ને કોઈ પણ હિંસક પ્રાણી ત્યાં આવી ચઢશે નહિ, ત્યાં તેઓ જોવામાં આવશે નહિ; પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


મેં તારા અપરાધ મેઘની જેમ, તથા તારાં પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર; કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


તેઓ તેમને ‘પવિત્ર લોકો’, ‘યહોવાના ઉદ્ધાર પામેલા લોકો’, કહેશે; અને તું ‘શોધી કાઢેલી, ’ ‘અણતજેલી નગરી’ કહેવાઈશ.”


કેમ કે મારા હ્રદયમાં પ્રતિકારના દિવસોનો [વિચાર] હતો, હવે મારા ઉદ્ધારનું વર્ષ આવ્યું છે.


વળી દુષ્ટોના હાથમાંથી હું તને છોડાવીશ, ને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.”


કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને તેના કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.


હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્‍ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર; કેમ કે હવે તું નગરમાંથી નીકળી જશે, ને સીમમાં રહેશે, ને બાબિલમાં પણ જશે. ત્યાં તને છોડાવવામાં આવશે. ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે.


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.


એ માટે કે તે આપણા માટે એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ


પણ અમે આશા રાખતા હતા કે, જે ઇઝરાયેલને ઉદ્ધાર આપવાના હતા તે એ જ છે! વળી એ સર્વ ઉપરાંત, આ બનાવ બન્યાને આજે ત્રીજો દિવસ થયો.


ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.”


અને તારે યાદ રાખવું કે મિસર દેશમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને છોડાવ્યો; એમાટે આ આજ્ઞા હું આજે તને આપું છું.


પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, ને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિતૃઓની આગળ લીધી તે પાળવા તે ઇચ્છે છે, ને તેથી જ યહોવ સમર્થ હાથવડે તમને કાઢી લાવ્યા છે, તમને બંદીખાનામાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી છોડાવ્યા છે.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


Lean sinn:

Sanasan


Sanasan