Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 105:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાનો આભાર માનો તેમના નામને વિનંતી કરો; લોકોમાં તેમનાં કૃત્યો પ્રસિદ્ધ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 યાહવેનો આભાર માનો, તેમના નામને ઘોષિત કરો; સર્વ દેશોના લોકોમાં તેમનાં કાર્યો પ્રગટ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો. તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 105:1
22 Iomraidhean Croise  

યહોવાનો આભાર માનો, કેમ કે તે કૃપાળુ છે; કેમ કે તેમની દયા સદાકાળ ટકે છે.


યદૂથૂનના પુત્રો:ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ તથા માતિથ્યા એ છ; તેઓ પોતાના પિતા યદૂથૂન કે, જે વીણા વડે આભાર માનતો તથા યહોવાની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાત નીચે હતા.


માટે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, ને તમારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ.


આથી દાઉદે સર્વ લોકને કહ્યું, “યહોવા, તમારા ઈશ્વરને સ્તુત્ય માનો, ” ત્યારે સર્વ લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ને માથાં નમાવીને તેઓએ યહોવાનું તથા રાજાનું સન્માન કર્યું.


યહોવાની સ્તુતિ કરો. યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સદાકાળ [ટકે છે].


હું નિરંતર યહોવાની કૃપા વિષે ગાઈશ; હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.


વિદેશીઓમાં તેમનો મહિમા, અને સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.


તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને, અને તેમના નામને અરજ કરનારામાં શમુએલે પણ, યહોવાને અરજ કરી, અને તેમણે ઉત્તર આપ્યો.


તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.


જેણે સમુદ્રને, તેનાં અગાધ પાણીને સુકવી નાખ્યાં, જેણે ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?


માટે હું એવો હુકમ ફરમાવું છું કે જે કોઈ માણસ, પ્રજા કે [ગમે તે] ભાષા [બોલનાર લોકો] શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ અયોગ્ય બોલશે, તે સર્વના કાપીને ટુકડેટુકડા કરવામાં આવશે, ને તેમના ઘરોનો ઉકરડો કરી નાખવામાં આવશે, કેમ કે આવી રીતે [પોતાના સેવકોને] છોડાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર નથી.”


[તે સમયે] એમ થશે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે, તે તારણ પામશે, કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં કેટલાક બચી જશે, ને બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ [બચશે].


યાકૂબ પર નિશ્ચે કંઈ મંત્ર નહિ ચાલે, અને ઇઝરાયલ પર કંઈ શકુન નહિ ચાલે. હવે યાકૂબ તથા ઇઝરાયલ વિષે કહેવાશે, કે ઈશ્વરે કેવું કર્યું છે!


અને જેઓ તમારે નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા માટે મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.”


કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે.


લખનાર ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ.


Lean sinn:

Sanasan


Sanasan