Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 104:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તમે તમારો આત્મા મોકલો છો એટલે તેઓ ઉત્પન્‍ન થાય છે; અને દુનિયાને તમે તાજી કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 તમે તમારો શ્વાસ મોકલો ત્યારે તેઓ ઉત્પન્‍ન થાય છે અને એમ તમે પૃથ્વીની સપાટીને નવું જીવન બક્ષો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને તમે દેશભરનું નવીકરણ કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે; અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 104:30
14 Iomraidhean Croise  

તેમના હાથમાં તો સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ તથા મનુષ્યમાત્રનો આત્મા છે.


તેમના આત્માએ આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.


ઈશ્વરના આત્માએ મને સરજ્યો છે, ને સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે.


યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.


જુઓ, હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને આગલી બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.


કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સમક્ષ સ્થિર રહેનાર છે, તેમ તમારાં સંતાન તથા તમારાં નામ કાયમ રહેશે, ” એવું યહોવા કહે છે.


પ્રભુ યહોવા આ હાડકાંને કહે છે કે, જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ, ને તમે જીવતા થશો.


હું તમારા પર‍ સ્નાયુઓ મૂકીશ, ને તમારા પર માંસ લાવીશ, ને તમને ચામડીથી ઢાંકી દઈશ, તમારામાં શ્વાસ મૂકીશ, એટલે તમે જીવતાં થશો; અને તમે જાણશો કે હું યહોવા છું.”


પછી પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પવનને પ્રબોધ કર, પ્રબોધ કરીને પવનને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે પવન, ચારે દિશાથી આવ, ને આ મૂડદા પર ફૂંક માર કે, તેઓ જીવતાં થાય.”


વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતાં, ત્યારે [તેમણે તમને સજીવન કર્યાં] ;


ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા.


રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, “જુઓ, હું બધું નવું બનાવું છું.” વળી તે કહે છે, “તું લખ; કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”


Lean sinn:

Sanasan


Sanasan