Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 104:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તમે વસ્‍ત્રની જેમ અજવાળું પહેરેલું છે; અને પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તમે વસ્ત્રની જેમ પ્રકાશ પરિધાન કર્યો છે; તમે તંબૂની જેમ આકાશને વિસ્તાર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમે પ્રકાશથી વિંટળાયેલા છો, અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 104:2
11 Iomraidhean Croise  

જુઓ, તે પોતાનો પ્રકાશ પોતાની આસપાસ પ્રસારે છે; તે પર્વતોની ટોચો તેથી ઢાંકી દે છે.


તે એકલા આકાશને વિસ્તારે છે, અને સમુદ્રનાં મોજાં પર વિચરે છે.


પ્રભુ તો પૃથ્વી ઉપરના નભોમંડળ પર બિરાજનાર, અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે; તે મલમલ [ના પડદાની] જેમ આકાશોને પ્રસારે છે, તે રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે.


પૃથ્વીને મેં બનાવી, ને તે પર મેં માણસને ઉત્પન્ન કર્યું; મેં હા, મારા હાથે જ આકાશોને પ્રસાર્યાં, ને તેમનાં સર્વ સૈન્યોને આજ્ઞા આપી.


હું જોયા કરતો હતો એટલામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં, ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો. તેનો પોશાક બરફના જેવો શ્વેત, ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનનાં જેવા હતા; તેનું રાજ્યાસન અગ્નિની જવાળારૂપ હતું, [ને] તેનાં પૈડાં ધગધગતા આંગારારૂપ હતાં.


તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે. તેમની બાજુએથી કિરણો [ફૂટે] છે; અને તેમનુમ સામર્થ્ય ગુપ્ત રહેલું છે.


ઈઝરાયલ વિષે યહોવાના વચનરૂપી ઈશ્વરવાણી. આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોની અંદરના આત્માના સરજનહાર યહોવા કહે છે,


તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું, એટલે તેમનું મોં સૂર્યના જેવું તેજસ્વી થયું, ને તેમનાં વસ્‍ત્ર પ્રકાશના જેવાં ઊજળાં થયાં.


તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં જે રહે છે, જેમને કોઈ માણસે જોયા નથી, ને જોઈ શકતા પણ નથી તેમને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. આમીન.


હવે જે સંદેશો અમે તેમના મોંથી સાંભળ્યો છે, અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે, અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી.


Lean sinn:

Sanasan


Sanasan