Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 104:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ઢોરને માટે તે ઘાસ તથા માણસના ખપને માટે શાકભાજી ઉપજાવે છે; એમ ભૂમિમાંથી તે અન્‍ન નિપજાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તમે પશુઓને માટે ઘાસ, અને મનુષ્યો માટે તેમણે રોપેલા છોડ ઉગાડો છો; જેથી તેઓ ધરતીમાંથી આહાર મેળવી શકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે, તે આપણને ખેડવા છોડ આપે છે, અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 104:14
18 Iomraidhean Croise  

ખેતરનો કોઈપણ છોડવો હજુ પૃથ્વીમાં ઊગ્યો નહોતો, વળી ખેતરનું કંઈ પણ શાક ઊગ્યું નહોતું; કેમ કે યહોવા ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો, ને જમીન ખેડવાને કોઇ માણસ ન હતું.


અને યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જેનાં ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારાં છે તેઓને, ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ, તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.


તે કાંટા તથા કંટાળી તારે માટે ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે.


હવે પછી જયારે તું ભૂમિને ખેડશે, ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી; અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ.”


પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે માટે ખોરાક તરીકે થશે. લીલા શાકની પેઠે મેં તમને સર્વ આપ્યાં છે.


આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળા આગળ જા, કદાચ આપણને ઘાસચારો મળી આવે, ને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, જેથી આપણે બધાં જાનવર ખોઈ ન બેસીએ.”


ભૂમિમાંથી તો અન્ન નીપજે છે; અને તેની નીચે તો જાણે અગ્નિથી કંઈ ઊકળતું હોય એમ થાય છે.


જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય; અને કુમળું ઘાસ ઊગી નીકળે?


જે બધાં પ્રાણીઓને અન્‍ન આપે છે [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે, તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે, અને પર્વતોની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.


હે વનચર પશુઓ, તમે બીશો નહિ, કેમ કે વનમાંના ચારાઓ ફીટી નીકળે છે, વૃક્ષનોને ફળ આવ્યાં છે, અંજીરીઓને તથા દ્રાક્ષાવેલાઓને સારો ફાલ આવ્યો છે.


એ માટે રોપનાર કંઈ નથી, ને પાનાર [પણ] કંઈ નથી; પણ વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ [સર્વસ્વ] છે.


અને હું તારાં ઢોરને માટે તારાં ખેતરોમાં ઘાસ ઉગાવીશ, ને તું ખાઈને તૃપ્ત થશે.


Lean sinn:

Sanasan


Sanasan