Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મારું હ્રદય તો ઘાસના જેવું કપાએલું તથા ચીમળાયેલું છે, એટલે સુધી કે હું રોટલી ખાવાનું ભૂલી જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 કપાયેલા ઘાસની જેમ મારું હૃદય સુકાઈ ગયું છે; મને તો ભોજન કરવાનીય રુચિ રહી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે. એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે; તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:4
21 Iomraidhean Croise  

તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના વડીલો ઊઠીને તેની પાસે [ઊભા રહ્યા] , પણ તે ઊઠ્યો નહિ. તેમજ તેઓની સાથે તેણે રોટલી પણ ખાધી નહિ.


તે પછી એઝરા ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશિબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં ગયો. ત્યાં તેણે કંઈ રોટલી ખાધી નહિ, અને પાણી પણ પીધું નહિ; કેમ કે બંદિવાસમાંથી આવેલા લોકોને ઉલ્લંઘનને લીધે તે શોકમાં હતો.


મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે; હું તો છૂટે મોઢે વિલાપ કરીશ. મારા જીવની વેદનાએ હું બોલીશ.


મારી ચામડી કાળી પડી ગઈ છે, અને મારા શરીર પરથી [ખરી પડે છે] , ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.


તેનો જીવ અન્નથી, ને તેનો આત્મા સ્વાદિષ્ટ ખોરાકથી કંટાળી જાય છે.


કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા અભ્યંતરમાં વાગે છે, અને તેનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.


મારા દિવસો નમતી છાયાના જેવા છે; અને ઘાસની જેમ હું ચીમળાઈ ગયો છું.


મેં રોટલીને બદલે રાખ ખાધી, મારાં આંસુઓ મારા પીવાના [પ્યાલા] માં પડ્યાં છે.


કેમ કે તેઓ તો જલદી ઘાસની જેમ કપાઈ જશે, અને લીલી વનસ્પતિની માફક ચીમળાઈ જશે.


હે મારા ઈશ્વર, મારો આત્મા ઉદાસ થયો છે; માટે હું યર્દનના દેશથી, તથા હેર્મોન [પર્વતો] પરથી [તથા] મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું.


નિંદાએ મને હ્રદયભંગ કર્યો છે, અને હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ કોઈ જડ્યો નહિ; દિલાસો આપનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહિ.


હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું પ્રાર્થના કરીને મનન કરું છું, ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. (સેલાહ)


ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય ચે; કેમ કે યહોવાનો વાયુ તે પર વાય છે; લોકો ખચીત ઘાસ જ છે.


તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંત:કરણમાં ખોસ્યા છે.


મારો જીવ તેમનુમ સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.


ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan