Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; વસ્‍ત્રની જેમ તેઓ સર્વ જીર્ણ થઈ જશે, લૂંગડાંની જેમ તમે તેઓને બદલશો; અને તેઓ બદલાઈ જશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તેઓ નાશ પામશે, પરંતુ તમે ટકશો. વસ્ત્રોની પેઠે તેઓ સર્વ ર્જીણ થઈ જશે, જૂનાં વસ્ત્રોની જેમ તમે તેમને ઉતારી દેશો, અને તેઓ ઊતરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો; તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે; અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે, તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:26
14 Iomraidhean Croise  

અને હિઝકિયાએ યહોવા આગળ પ્રાર્થના કરી, “હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, કરૂબો પર બિરાજમાન, પૃથ્વીના સર્વ રાજ્યોના તમે, એકલા તમે જ ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.


જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય, તો કહી દે.


પણ, હે યહોવા, તમે સર્વકાળ ટકનાર છો; તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.


અને ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું;” અને તેમણે કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.”


આકાશોનાં સર્વ સૈન્યો પીગળી જશે, ને આકાશો ઓળિયાની જેમ લપેટાશે; અને દ્રાક્ષાવેલા પરથી પાંદડું સુકાઈને ખરી પડે છે ને અંજીરી પરથી [પાંદડાં] સુકાઈને લોપ થાય છે, તે પ્રમાણે તેમનાં સર્વ સૈન્યો [નાશ પામશે].


તમે તમારી દષ્ટિ આકાશ ભણી ઊંચી કરો, ને નીચું જોઈને પૃથ્વીને નિહાળો; કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, ને પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે, અને તેના રહેવાસીઓ મચ્છરની જેમ મરણ પામશે; પણ મારું તારણ સદાકાળ રહેશે, ને મારું ન્યાયીપણું નાશ પામશે નહિ.


જુઓ, હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને આગલી બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.


કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સમક્ષ સ્થિર રહેનાર છે, તેમ તમારાં સંતાન તથા તમારાં નામ કાયમ રહેશે, ” એવું યહોવા કહે છે.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે; પણ મારી વાતો જતી રહેવાની નથી.


કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનાર [ની ઇચ્છા] થી વ્યર્થપણાને સ્વાધીન થઈ;


પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેમની સંમુખથી પૃથ્વી તથા આકાશ જતાં રહ્યા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.


પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં:કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે! અને સમુદ્ર હવે છે જ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan