Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મારા સંકટને દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો; મારા તરફ કાન ધરો; હું વિનંતી કરું તે દિવસે તમે મને વહેલો ઉત્તર આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 મારી આપત્તિના દિવસોમાં મારાથી તમારું મુખ સંતાડશો નહિ. મારા પ્રતિ તમારા કાન ધરો, હું પોકારું ત્યારે મને ત્વરિત ઉત્તર આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. મારું સાંભળો. જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો; કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:2
21 Iomraidhean Croise  

જ્યારે તે શાંતિ આપે, ત્યારે તેમને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદશ્ય રાખે, ત્યારે તેમને કોણ જોઈ શકે?


અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”


તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ગભરાઈ જાય છે; તેઓનો પ્રાણ તમે લઈ લો છો, એટલે તેઓ મરે છે, અને પાછાં ધૂળમાં મળી જાય છે.


હે યહોવા, ક્યાં સુધી [તમે મને વીસરી જશો?] શું સદાકાળ સુધી? તમે ક્યાં સુધી મારાથી વિમુખ રહેશો?


હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


હે યહોવા, ન્યાય સાંભળો, મારા કાલાવાલા પર ધ્યાન આપો; ઢોંગી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળો.


પણ, હે યહોવા, તમે દૂર ન થાઓ; હે મારા આશ્રય, મારી મદદે આવો.


મારાથી તમારું મુખ ન ફેરવો. કોપ કરીને તમારા સેવકને કાઢી ન મૂકો. તમે મારા સહાય [કારી] થયા છો; હે મારા તારણના ઈશ્વર, મને દૂર ન કરો, અને મને તજી ન દો.


મારી તરફ તમારો કાન ધરો; ઉતાવળે મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.


હે યહોવા, કૃપા કરીને મને છોડાવો; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.


તમારા દાસથી તમારું મુખ ન ફેરવો, કેમ કે હું સંકટમાં છું; મને વહેલો ઉત્તર આપો.


હે ઈશ્વર, મને છોડાવવાને [ઉતાવળ કરો] ; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.


તમારા ન્યાયીપણાથી મને છોડાવો અને મારો બચાવ કરો; મારી તરફ વળીને કાન ધરો, અને મારું તારણ કરો.


હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો. અને ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા, ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો.


અને તેઓના દુ:ખનો આર્તનાદ સાંભળીને ઈશ્વરે ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર યાદ કર્યો.


તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.


તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.


યહોવા જે યાકૂબનાં સંતાનોથી પોતાનું મુખ ફેરવે છે, તેમને માટે હું વાટ જોઈશ, ને તેમની રાહ જોઈશ.


માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.


Lean sinn:

Sanasan


Sanasan