Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે, અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ત્યારે તે લાચારની પ્રાર્થના પ્રત્યે લક્ષ આપશે, અને તેમની અરજોની અવગણના કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તે જ સમયે, તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે; તે તેઓની પ્રાર્થના નકારશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે; અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:17
16 Iomraidhean Croise  

એ પ્રભુ, આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સોવકો તમારાથી ડરે છે, અને તમારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો, ને આ માણસની મારા પર કૃપાર્દષ્ટિ થાય એમ તમે કરો. (હું તો રાજાનો પાત્રવાહક હતો.)


તમે ધ્યાન દઈને મારું સાંભળો, ને તમારી આંખો ઉઘાડો, તમારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયલી લોકોએ જે પાપો તમારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતાં રાતદિવસ તમારી સમક્ષ તમારા સેવક ઇઝરાયલને માટે હું પ્રાર્થના કરું છું, તે તમે સાંભળો; હા મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યુ છે.


ત્યારે મેં તેઓને ઉત્તર આપ્યો, “આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે; માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો કે હક કે સ્મારક યરુશાલેમમાં નથી [એ જાણજો].”


યહોવા યરુશાલેમને બાંધે છે; ઇઝરાયલનાં વેરાઈ ગયેલાંને તે પાછાં એકઠાં કરે છે. q1


કેમ કે તેમણે દુ:ખીઓના દુ:ખને તુચ્છ ગણ્યું નથી, તેનાથી કંટાળ્યા નથી; અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી. પણ તેણે ઈશ્વરને અરજ કરી ત્યારે તેમણે તેનું સાંભળ્યું.


તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે, તેઓ આંધળા થઈ જાય; અને તેઓની કમરો નિત્ય કાંપે એવું કરો.


કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુ:ખી જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે.


કેમ કે દરિદ્રીને હંમેશાં ભૂલી જવામાં આવશે નહિ, અને ગરીબોની અપેક્ષા સદા નિષ્ફળ થશે નહિ.


યહોવાનું ગૌરવ પ્રગટ થશે, ને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”


તે પોતાના સેનકની વાતને સ્થિર કરનાર છે, ને પોતાના સંદેશીયાના સંદેશાને તે સત્ય ઠરાવે છે; તે યરુશાલેમ વિષે કહે છે કે તેમાં વસતિ થશે; અને યહૂદિયાનાં નગરો વિષે [કહે છે કે,] તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ;


વળી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયમાં આ નગર હનામેલના બુરજથી તે ખૂણાની ભાગળ સુધી યહોવાને માટે બાંધવામાં આવશે.


કેમ કે યહોવા પોતાના લોકનો ઇનસાફ કરશે, અને જ્યારે તે જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને બંદીવાન કે છૂટો એવો કોઈ બાકી રહ્યો નથી, ત્યારે તેના સેવકોને માટે તે ખેદિત થશે.


પણ જો ત્યાંથી તમે યહોવા તમારા ઈશ્વરને શોધશો, ને જો તું તારા પૂરા અંત:કરણથી તથા તારા પૂરા જીવથી તેની શોધ કરશે, તો તે તને મળશે.


Lean sinn:

Sanasan


Sanasan