Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, અને મારા પોકારને તમારી પાસે આવવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારો પોકાર તમારી હજૂરમાં પહોંચવા દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા પોકારને તમારી પાસે આવવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો; મારા પોકારને કાન પર આવવા દો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:1
28 Iomraidhean Croise  

પછી લેવી યાજકોએ ઊઠીને લોકને મોટેથી આશીર્વાદ આપ્યો. અને તેઓની વાણી તથા પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં, એટલે આકાશમાં, સાંભળવામાં આવી.


યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”


માટે મારો આત્મા મૂંઝાઈ ગયો છે; અને મારું અંત:કરણ સ્તબ્ધ થઈ ગયું છે.


હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


તેમના ભક્તોની ઇચ્છાને તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે.


મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, અને મારા ઈશ્વરને અરજ કરી; તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, અને તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.


હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી અરજ પર કાન ધરો; મારાં આંસુ જોઈને ચૂપ બેસી ન રહો; કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું, મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું.


હું લોકોના ટોળા સાથે જતો, અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના મંદિરમાં દોરી જતો, એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.


હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો! કેમ કે હું તમારી પ્રાર્થના કરું છું.


મારું હ્રદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.


હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો; તેમની આગળ તમારું હ્રદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે.


હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું પ્રાર્થના કરીને મનન કરું છું, ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. (સેલાહ)


હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો. અને ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા, ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો.


અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળાથી પોતાને ઢાંકી દીધા છે.


વળી જ્યારે હું પોકારીને સહાય માગું છું, ત્યારે તે મારી પ્રાર્થના પાછી વાળે છે.


તેમણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.


તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.


અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુ:ખને લીધે યહોવાનો આત્મા ખિન્‍ન થયો.


“કાલે આસરે આ સમયે, બિન્યામીનના દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ. મારા ઇઝરાયલ લોક પર અધિકારી તરીકે તું તેનો અભિષેક કરજે, તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકને છોડાવશે; કેમ કે મારા લોકનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેમના પર [રહેમ] નજર કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan