Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 101:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 હું સીધે માર્ગે ચાલવા પર ધ્યાન દઈશ. હે પ્રભુ, તમે મારી પાસે ક્યારે આવશો? હું મારા રાજકારભારમાં શુદ્ધ દયથી વર્તીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 101:2
22 Iomraidhean Croise  

કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”


દાઉદનું રાજ્ય સર્વ ઇઝરાયલ પર હતું. અને દાઉદ [પોતે] પોતાના સર્વ લોકોના ફેંસલા ચૂકવતો તથા ન્યાય કરતો હતો.


કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની પત્નીઓએ તેનું હ્રદય અન્ય દેવો તરફ ફેરવી નાંખ્યું.અને તેનું હ્રદય તેના પિતા દાઉદના હ્રદયની જેમ તેના ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ ન હતું.


વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ, મેં તને આપેલી સર્વ આજ્ઞાઓ પ્રમાણે કરવાને જો તું મારી આગળ શુદ્ધ હ્રદયથી ને પ્રામાણિકપણે ચાલશે, ને મારા વિધિઓ તથા મારા નિયમો પાળશે,


પણ ઇઝરાયલમાંથી ઉચ્ચસ્થાનો કાઢી નાંખવાં નહિ. તોપણ તેની હયાતી સુધી આસાનું અંત:કરણ [યહોવા પ્રત્યે] સંપૂર્ણ હતું.


વળી યહોવાના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની [આપેલી] આજ્ઞા પ્રમાણે કરવા માટે ઈશ્વરે યહૂદિયાના માણસોને એકદિલ કર્યા હતા.


દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર [રહેમ] નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.


હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, અને તે પાળી પણ છે.


અરે ભૂંડું કરનારા, તમે મારી પાસેથી ખસી જાઓ કે, હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.


પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ. મારા પર દયા રાખીને મને છોડાવી લો.


પરંતુ હું દીન તથા દરિદ્રી છું, [તો પણ] પ્રભુ મારી ચિંતા કરશે. હે મારા ઈશ્વર, તમે મારા સહાયકારી તથા છોડાવનાર છો; તમે વિલંબ ન કરો.


મારે માટે તારે માટીની વેદી બનાવીને તે પર તારાં દહનીયાર્પણ તથા તરાં શાંત્યર્પણ અને તારાં ઘેટાં તથા તારા બળદો ચઢાવવાં; અને જે સર્વ જગ્યાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તારી પાસે આવીશ ને તને આશીર્વાદ આપીશ.


“હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી સમક્ષ ચાલ્યો છું, ને તમારી દષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે, એનું સ્મરણ કરો.” પછી હિઝકિયા બહુ રડયો.


અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.


અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતુમ હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; એટલે નદીની પેલી બાજુ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની? પણ હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”


ત્યારે અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, “દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારી રાજસભામાં દાખલ કરાયેલો છે, ને જે તમારા ઘરમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારા બધા ચાકરોમાં કોણ છે?


Lean sinn:

Sanasan


Sanasan