ગીતશાસ્ત્ર 100:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે યહોવા ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમની સત્યતા પેઢી દરપેઢી [ટકી રહે છે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 સાચે જ પ્રભુ ભલા છે; તેમનો પ્રેમ સદાસર્વકાળ, અને તેમનું વિશ્વાસુપણું પેઢી દર પેઢી ટકી રહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 કારણ, યહોવા ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ છે; અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે. Faic an caibideil |
અને જ્યારે રણશિંગડાંવાળાએ તથા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી એક સરખો આવાજ કર્યો; અને જ્યારે તેઓએ રણશિંગડાંથી, ઝાંઝોથી તથા વાજિંત્રોથી મોટો નાદ કાઢ્યો, ને યહોવાની સ્તુતિ કરીને કહ્યું, “તે સારા છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ [ટકે] છે.” તે વખતે યહોવાનું મંદિર મેઘથી ભરાઈ ગયું,
હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.