Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 10:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 સિંહ જેમ ગુફામાં છુપાઈ રહે છે‍ તેમ તે ગુપ્ત જગામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે. તે દીનને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તે ઝાડીમાં લપાયેલા સિંહની જેમ પોતાની છૂપી જગ્યામાં લપાય છે, તે સંતાઈને નિરાધારો માટે ટાંપી રહે છે, તે તેમને પોતાના ફાંદામાં ફસાવીને ઘસડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે; તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જેમ સિંહ ગુફામાં છુપાઇને ગુપ્ત જગામાં ભરાઇ રહે છે; અને જેમ શિકારી શિકારને ફસાવે છે તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 10:9
28 Iomraidhean Croise  

એટલે જ્યારે તેઓ પોતાનાં કોતરોમાં લપાઈ રહે છે, અને [શિકારની] વાટ જોઈને ઓથે છુપાઈ રહે છે ત્યારે?


કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે [યહોવા] તેને જમણે હાથે ઊભા રહેશે.


યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”


ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિજાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)


તે શિકારના ભૂખ્યા સિંહના જેવા, અને સંતાઈ રહેલા સિંહના બચ્ચાના જેવા છે.


મારાં સર્વ હાડકાં કહેશે, “હે યહોવા, તમારા સરખો કોણ છે?” તે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે, અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.


નગ્ન તથા દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે, દુષ્ટોએ તરવાર તાણી છે, અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.


તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહે છે; પરાક્રમીઓ મારી સામે એકત્ર થાય છે; હે યહોવા, મારાં ઉલ્‍લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.


ગરીબ પર જુલમ કરનાર પોતાના સરજનહારની નિંદા કરે છે; પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે.


પોતાની [માલમિલકત] વધારવાને માટે જે ગરીબ પર જુલમ ગુજારે છે, અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે [બન્‍ને] ફક્ત કંગાલાવસ્થામાં આવશે.


ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે.


“તમે કેમ મારા લોકને છૂંદી નાખો છો, અને દરિદ્રીઓને નિચોવીને હેરાન કરો છો?” સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે.


ધૂર્તનાં હથિયારો ભૂંડાં છે; તે, દરિદ્રી પોતાના વાજબી [હકનું] સમર્થન કરતો હોય, ત્યારે પણ, મિથ્યા વાતોથી ગરીબનો નાશ કરવા માટે દુષ્ટ યુક્તિઓ યોજે છે.


કેમ કે મારા લોકોમાં દુષ્ટો દેખાય છે; જેમ પારધીઓ ગુપ્ત રહીને તાકે છે તેમ તેઓ તાકીને જુએ છે. તેઓ મનુષ્યને પકડવાને માટે છટકું માંડે છે.


તે મારા પ્રત્યે સંતાઈ રહેલા રીંછ જેવા, અને ગુપ્ત સ્થળમાં રહેનાર સિંહ જેવા થયા છે.


દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે, ને લૂંટ કરી છે. હા, તેઓએ ગરીબોને તથા કંગાલોને હેરાન કર્યા છે, ને પરદેશીઓ ઉપર નાહક જુલમ ગુજાર્યો છે.


શું ભક્ષ મળ્યા વગર સિંહ વનમાં ગર્જના કરશે ખરો? શું કંઈ પણ પકડ્યા સિવાય સિંહનું બચ્ચું પોતાના બિલમાંથી ત્રાડ નાખશે?


ધાર્મિક માણસો પૃથ્વી પરથી નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ સર્વ રક્તપાત કરવાને ટાંપી રહે છે તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.


તેઓ સર્વને તે ગલથી ઊંચકી લે છે, તે તોને પોતાની જાળમાં પકડીને મોટી જાળમાં ભેગાં કરે છે; તેથી તે હરખાય છે ને આનંદ કરે છે.


તમે તેના પોતાના ભાલાઓથી તેના લડવૈયાઓનું શિર વીંધી નાખો છો; તેઓ મને વિખેરી નાખવા માટે વંટોળિયાની જેમ આવ્યા. તેઓ ગરીબોને ગુપ્ત રીતે ગળી જવામાં આનંદ માને છે.


ઘેટાંપાળકોની પોકનો અવાજ [સંભળાય છે] ; કેમ કે તેમનો વૈભવ નષ્ટ થયો છે. સિંહનાં બચ્ચાંની ગર્જનાનો અવાજ [સંભળાય છે] ! કેમ કે યર્દનનો ગર્વ નષ્ટ થયો છે.


જે ચાકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો ધણી નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે! પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે.


માટે તમે તેઓનું કહેવું માનશો નહિ; કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તેને માટે સંતાઈ રહ્યા છે. અને તેઓ એવી પ્રતિજ્ઞાથી બંધાયા છે કે, ‘અમે તેને મારી નાખીએ નહિ ત્યાં સુધી અન્‍નજળ લઈશું નહિ, ’ હમણાં તેઓ તૈયાર છે, અને તમારા વચનની રાહ જુએ છે.”


Lean sinn:

Sanasan


Sanasan