Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 10:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 શાપ, કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે. તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેની વાણી શાપ, કપટ અને જુલમથી ભરેલી છે; તેની વાતો ઉપદ્રવ અને દુરાચાર વિષેની જ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે; તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે. તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 10:7
29 Iomraidhean Croise  

તેઓ નુકસાનનો ગર્ભ ધારણ કરે છે અને અન્યાયને જન્મ આપે છે, અને તેઓનું પેટ ઠગાઈ સિદ્ધ કરે છે.’ ’


જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે, જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે;


દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


તેઓએ પોતાની જીભ સાપની જીભ જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓના હોઠો નીચે નાગનું વિષ છે. (સેલાહ)


મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.


મારો છૂટકો કરો, અને મને પારકાઓના હાથમાંથી બચાવો; તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, અને તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે.


તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે.


તેના મુખના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે. તેણે ડાહ્યા થવાનું [તથા] ભલું કરવાનું છોડી દીધું છે.


જો તે [મને] મળવા આવે તો તે જૂઠું બોલે છે; તેનું હ્રદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે બહાર જાય છે ત્યારે તે [બધું] જાહેર કરે છે.


કેમ કે તેમના બોલવામાં કંઈ સત્યતા નથી. તેઓનાં અંત:કરણોમાં નરી દુષ્ટતા છે; તેમનું ગળું ઉઘાડી કબર છે. તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.


તું ભૂંડાઈને તારું મોઢું સોંપે છે, અને તારી જીભ કપટ રચે છે.


અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


દુષ્ટો માના પેટથી જ ભટકી ગએલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.


તેઓના મુખના પાપને લીધે, તેઓના હોઠોના શબ્દોને લીધે, અને તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના ગર્વમાં ફસાઈ પડવા દો.


કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો કે, તેઓ હતા ન હતા થઈ જાય; તેઓને ખાતરી આપો કે, પૃથ્વીની સીમા સુધી ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે. (સેલાહ)


તેઓ તેને તેના શ્રેષ્ઠપદ પરથી ઉથલાવી પાડવાને કેવળ મસલત કરે છે; તેઓ જૂઠથી હરખાય છે; તેઓ મોઢેથી આશીર્વાદ ઊચરે છે, પણ મનથી શાપ આપે છે. (સેલાહ)


તેઓએ તરવારની જેમ તેમની જીભ તીક્ષ્ણ કરી છે, અને તેઓએ બાણ, એટલે વાગ્બાણ, તાક્યાં છે, કે


તે ભૂંડાઈથી કષ્ટાય છે; હા, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, અને જૂઠને જન્મ આપ્યો છે.


તેઓ નિંદા કરે છે, અને ભૂંડાઈ વિષે બોલે છે; તેઓ જુલમની બડાઈ હાંકે છે


જૂઠી જીભથી ધન સંપાદન કરવું એ આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે; એવું [કરનાર] મોત માગે છે.


[તે એ કે] વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કરો; મને દરિદ્રતા ન આપો, તેમજ દ્રવ્ય પણ ન આપો; મારે માટે અગત્યનું હોય તેટલા અન્‍નથી મારું પોષણ કરો;


ન્યાયને અનુસરીને કોઈ દાવો કરતો નથી, ને સત્યથી કોઈ વાદ કરતો નથી. તેઓ વ્યર્થતા પર ભરોસો રાખે છે, ને જૂઠું બોલે છે. તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે, ને દુષ્ટતા પ્રસવે છે.


ધનુષ્ય ખેંચવામાં આવે છે તેમ તેઓ જૂઠું બોલવા માટે પોતાની જીભ ખેંચે છે. દેશમાં તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ સત્યને માટે તેઓ પરાક્રમી નથી. તેઓ દુષ્કર્મ કર્યા પછી એથી અધિક દુષ્કર્મ કરવા જાય છે, અને તેઓ મને ઓળખતા નથી, ” એવું યહોવા કહે છે.


તું કપટમાં વસે છે! કપટને લીધે તેઓ મને જાણવાની ના પાડે છે, ” એવું યહોવા કહે છે.


તમે દરિદ્રીઓને ગળી જવાની, તથા દેશના ગરીબોનો અંત લાવવાની ઇચ્છા રાખીને કહો છો,


ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી શી રીતે હોઈ શકે? કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.


Lean sinn:

Sanasan


Sanasan