Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 10:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે કે, હું ડગનાર નથી; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તે પોતાના મનમાં વિચારે છે, “હું કદી નાસીપાસ થનાર નથી; અરે, મારા વંશજો પણ કદી સંકટમાં આવી પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે પોતાના હૃદયમાં કહે છે, “હું કદી નિષ્ફળ થઈશ નહિ; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 10:6
11 Iomraidhean Croise  

યહોવા પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો, “પક્ષીની જેમ તું તારા પર્વત પર ઊડી જા?”


મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ પતિત છે, તેઓએ અમંગળ કૃત્યો કર્યાં છે; સત્કાર્ય કરનાર કોઈ નથી.


જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.


હું સુખમાં હતો ત્યારે મેં કહ્યું, “હું કદી ડગીશ નહિ.”


દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી તે માટે મનુષ્યોનું અંત:કરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે.


વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં એ વાત ધ્યાનમાં ન લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ.


[તેઓ કહે છે કે,] “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”


કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા કાંટાઓ જેવા હશે, ને જાણે કે પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે તોપણ સૂકા કચરાની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.


પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે, ‘મારા માલિકને આવતાં વાર છે, ’


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી.’


Lean sinn:

Sanasan


Sanasan