Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 1:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેઓ તો નદી પાસે રોપાયેલા વૃક્ષ સમાન છે; જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમને સફળતા સાંપડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. તેઓ જે કાઇ કામ કરે છે, તેમાં સફળ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 1:3
32 Iomraidhean Croise  

અને કેદખાનાનો દરોગો યૂસફને સોંપેલા કોઈ પણ કામ પર દેખરેખ રાખતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતા; અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતા.


અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે, ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે.


યહોવા તેની સાથે હતા. જ્યાં જ્યાં તે ગયો, ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશૂરના રાજાની સામે બંડ કર્યું, ને તેની તાબેદારી કરી નહિ.


મારા પુત્ર, યહોવા તારી સાથે હો, અને જેમ તારા ઈશ્વર યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે યહોવાનું મંદિર બાંધવામાં તું ફતેહમંદ થા.


જે વિધિઓ તથા હુકમો યહોવાએ ઇઝરાયલ સંબંધી મૂસાને ફરમાવ્યા તે જો તું પાળીને અમલમાં લાવશે તો જ તું ફતેહમંદ થશે; બળવાન તથા ખૂબ હિમ્મતવાન થા. બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ.


ઈશ્વરના મંદિરને લગતું, નિયમશાસ્ત્રને લગતું જે કંઈ કામ પોતાના ઈશ્વરની સેવાને અર્થે તેણે હાથમાં લીધું, તે તેણે પોતાના ખરા અંતઃકરણથી કર્યું, ને તેમાં ફતેહ પામ્યો.


ઘણા લોકો યરુશાલેમમાં યહોવાને માટે અર્પણો લાવ્યા, તથા યહૂદિયાના રાજા હિઝકિયાને ઉત્તમ વસ્તુઓ ભેટ આપી; આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.


તોપણ પાણીની ફોરથી તે ખીલશે, અને રોપાની જેમ તે ડાળીઓ કાઢશે.


વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે, તો તે ફળીભૂત થશે; અને તારા માર્ગો ઉપર પ્રકાશ પડશે.


તું તારે હાથે મહેનત કરીને ખાશે; તું સુખી થશે, અને તારું કલ્યાણ થશે.


વળી તેઓની પાસે થઈને જનારા એવું કહેતા નથી, “યહોવાનો આશીર્વાદ તમારા પર હો; યહોવાને નામે અમે તમને આશિષ આપીએ છીએ.”


તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે;


જેથી યહોવા યથાર્થી માલૂમ પડે; તે મારા ખડક છે, અને તેમનામાં કંઈ અન્યાય નથી.


તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.


ન્યાયીને ધન્ય છે, તેનું કલ્યાણ થશે; તેઓ પોતાની કરણીનું ફળ ભોગવશે.


તેઓ પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ, તથા નાળાં પાસે ઊગી નીકળતા વેલાની જેમ, ઊગી નીકળશે.


યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ.


તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાનાં મૂળ ફેલાવે છે, ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહિ, પણ તેનાં પાંદડાં લીલાં રહેશે. અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહિ, ને ફળ આપ્યા વિના રહેશે નહિ.


તેને સારી જમીનમાં મોટા જળાશયને કિનારે રોપવામાં આવ્યો હતો, જેથી તેને ડાળીઓ ફૂટે ને તેને ફળ આવે, ને એમ તે મજાનો દ્રાક્ષાવેલો બને.”


તારી મા તારા જેવી રૂપાળી, જળાશયને કિનારે રોપેલા દ્રાક્ષાવૃક્ષ જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ખૂબ ફાલીને ડાળીઓથી ભરપૂર થઈ.


એથી તે વનમાંના સર્વ વૃક્ષો કરતા< કદમાં ઊંચું થયું હતું. અને તેની કાંખળીઓ પુષ્કળ થઈ, ને તેને ડાળાં ફૂંટ્યાં ત્યારે પુષ્કળ પાણીને લીધે તે લાંબાં વધ્યાં.


નદીની પાસે તેના બન્ને કાંઠે ખાવા લાયક ફળ આપનારાં સર્વ વૃક્ષ થશે, તેમનાં પાન કરમાશે નહિ, ને તેમને ફળ આવતાં બંધ પડશે નહિ. તેને દર માસે નવાં ફળ આવશે, કેમ કે તેનાં પાણી પવિત્રસ્થાનમાંથી નીકળે છે; તેનાં ફળ ખાવાના કામમાં ને તેનાં પાન દવાના કામમાં આવશે.”


ખીણોની પેઠે તેઓ પથરાયેલા છે, તેઓ નદીકાંઠાની વાડીઓના જેવા, યહોવાએ રોપેલા કુંવાર છોડવાઓના જેવા, અને પાણી પાસેના એરેજવૃક્ષના જેવા છે.


પણ જ્યારે સૂરજ ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં. અને જડ નહિ હોવાથી તે સુકાઈ ગયાં.


અને રસ્તાની બાજુએ એક અંજીરી જોઈને તે તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે કહ્યું, “હવેથી તારા પર કદી ફળ ન લાગો.” અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ.


અને ફળની ૠતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા માટે પોતાના ચાકરોને તે ખેડૂતોની પાસે મોકલ્યા.


તેઓ તેમને કહે છે, “તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે; અને એવા બીજા ખેડૂતો કે જેઓ ૠતુએ તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે.”


જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે.


યહોવા તારી વખારોમાં ને જેમાં તું તારો હાથ નાખે છે તે સર્વમાં તને આશીર્વાદ આપશે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તે તને આશીર્વાદ આપશે.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


એ નદીના બન્‍ને કિનારે જીવનનું ઝાડ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં દર માસે તેને [નવીન] ફળ આવતાં હતાં! વળી તે ઝાડનાં પાદડાં [સર્વ] પ્રજાઓને નીરોગી કરવા માટે હતા.


Lean sinn:

Sanasan


Sanasan