Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 8:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 જ્યારે તેમણે આકાશો વ્યવસ્થિત કર્યાં, ત્યારે હું ત્યાં હતું; જ્યારે તેમણે ઊંડાણના પ્રદેશની ચારે બાજુ મર્યાદા ઠરાવી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 ઈશ્વરે આકાશને સ્થાપિત કર્યું અને મહાસાગરોની ચોગરદમ મર્યાદા ઠરાવી ત્યારે પણ મારી હયાતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું, અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 8:27
12 Iomraidhean Croise  

તેમણે પાણીની સપાટીની હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.


યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેમના રાજયની સત્તા સર્વ ઉપર છે.


જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્‍ન કર્યાં છે [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.


યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી; તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યાં,


ત્યાં સુધી પ્રભુએ પૃથ્વી, ખેતરો કે, દુનિયાની માટીનું મંડાણ કર્યું નહોતું.


જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષ સ્થિર કર્યું; જ્યારે તેમણે જળનિધિના ઝરા દઢ કર્યા;


ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.


પ્રભુ તો પૃથ્વી ઉપરના નભોમંડળ પર બિરાજનાર, અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે; તે મલમલ [ના પડદાની] જેમ આકાશોને પ્રસારે છે, તે રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે.


તેમણે પોતાના સામર્થ્યથી પૃથ્વી બનાવી છે, પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે, ને પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે.


કેમ કે તેમનાથી બધાં ઉત્પન્‍ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દશ્ય તથા અદશ્ય છે, રાજયાસનો કે રાજયો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્‍ન થયાં.


તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan