Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 8:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ રાખું છું; જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું પ્રાપ્ત થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ કરું છું, અને મને ખંતથી શોધનારને હું જડું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું. અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 8:17
22 Iomraidhean Croise  

તેના રાજ્યને આઠમે વર્ષે, તે હજી તો કિશોર અવસ્થામાં હતો, એટલાંમા તો તેણે પોતાના પિતા દાઉદના ઈશ્વરની ઉપાસના કરવા માંડી. બારમે વર્ષે ઉચ્ચસ્થાનો તથા અશેરીમ [મૂર્તિઓ] કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મુર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.


તેણે મારા પર પોતાનો પ્રેમ બેસાડ્યો છે માટે હું તેને બચાવીશ; તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.


તે વખતે તેઓ મને હાંક મારશે, પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.


જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે;


તો તને યહોવાના ભયની સમજણ પડશે, અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.


તેને તું ન તજ, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ કર, ને તે તને સંભાળશે.


મારાથી સરદારો તથા હોદ્દેદારો, હા, પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, અમલ ચલાવે છે.


વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, “તેમાં મને કંઈ સુખ નથી” તે નજીક આવ્યા પહેલાં, [તેનું સ્મરણ કર] ;


તેમનાથી ફકત થોડે જ છેટે હું ગઈ, એટલે મારો પ્રાણપ્રિય મને મળી ગયો; જ્યાં સુધી હું તેને મારી માના ઘરમાં, મારી જનેતાના ઓરડામાં લાવી, ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો, અને છોડયો નહિ.


ગુપ્તમાં, અંધકારના પ્રદેશમાં, હું બોલ્યો નથી; યાકૂબનાં સંતાનોને મને ફોગટ શોધવાનું મેં કહ્યું નથી. હું યહોવા, સત્ય વાત કહેનાર, તથા સાચી વાત પ્રગટ કરનાર છું.


યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો.


પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.


પણ ઈસુ તે જોઈને નાખુશ થયા, ને તેમણે તેઓને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને રોકો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.


જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.”


ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.


કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, એવો વિશ્વાસ પણ તમે કર્યો છે.


કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કુંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.]


હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.


તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.


આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.


આથી ઇઝરાયલનો ઇશ્વર યહોવા કહે છે, તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ સદા ચાલશે, એમ મેં કહેલું તે ખરું; પણ હવે યહોવા કહે છે કે, એ મારાથી દૂર રહો; કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે.


Lean sinn:

Sanasan


Sanasan