Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 7:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 આમ, પોતાનાં ઘણાં પ્રલોભનોથી તેણે તેને લલચાવ્યો, અને પોતાના મોહક શબ્દોથી તેને ફોસલાવ્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તે તેને ઘણા મીઠા શબ્દોથી સમજાવે છે અને સુંવાળી વાતોથી વહાલથી તે તેને ખેંચી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 7:21
14 Iomraidhean Croise  

એક દિવસ એવું બન્યું કે, એલિશા શૂનેમ ગયો. ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી. તેણે આગ્રહ કરીને એલિશાને રોટલી ખવડાવી. અને એમ થયું કે તે જેટલી વાર ત્યાં થઈને જતો હતો, તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો.


તેઓએ મને એ પ્રમાણે ચાર વખત કહેવડાવી મોકલ્યું. અને મેં એ જ રીતે તેઓને ઉત્તર આપ્યો.


દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


કેમ કે પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે;


તે તને ભૂંડી સ્‍ત્રીથી, તથા પરનારીની જીભની ખુશામતથી બચાવવા માટે છે.


જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ [બેડી નખાવીને] મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે;


જેથી તેઓ તને પરસ્‍ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે.


ધણીએ દાસને કહ્યું કે, ‘સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે, મારું ઘર ભરાઈ જાય.’


તેઓએ તેમને આગ્રહ કર્યો, “અમારી સાથે રહો. કેમ કે સાંજ થવા આવી છે, અને દિવસ નમી ગયો છે.” તેઓની સાથે રહેવા માટે તે અંદર ગયા.


તેનું તથા તેના ઘરનાં માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને [આવવાનો] ઘણો આગ્રહ કર્યો.


કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું [ચોક્કસ] સમજીએ છીએ કે, એક સર્વને માટે મર્યા માટે સર્વ મર્યા;


અને ઉજાણીના સાતે દિવસ તેણે તેની આગળ રડ્યા કર્યું. અને સાતમે દિવસે એમ થયું કે, તેણે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે તેનો અર્થ કહી દીધો. પછી તેણે પોતાના લોકોના પુત્રોને ઉખાણાનો અર્થ કહી દીધો.


પણ તેણે ના પાડીને કહ્યું, “હું નહિ ખાઉં.” પણ તેના ચાકરોએ તથા તે સ્‍ત્રીએ મળીને તેને આગ્રહ કર્યો. તેથી તેણે તેઓનું કહેવું માન્યું. પછી જમીન પરથી ઊઠીને તે પલંગ પર બેઠો.


Lean sinn:

Sanasan


Sanasan