Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 7:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હવે તેણે પેલાને પકડીને ચુંબન કર્યું, અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તે સ્ત્રીએ પેલા યુવાનને આલિંગન આપીને ચુંબન કર્યું અને તેને ઉદ્દેશીને નિર્લજ્જતાપૂર્વક કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે સ્ત્રીએ તેને પકડ્યો અને ચુંબન કર્યુ અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 7:13
14 Iomraidhean Croise  

ત્યારે શેઠની પત્નીએ યૂસફનું વસ્‍ત્ર પકડયું, ને કહ્યું, “મારી સાથે સૂઈ જા;” પણ યૂસફ પોતાનું વસ્‍ત્ર તે સ્‍ત્રીના હાથમાં મૂકી દઈને નાસી ગયો, ને બહાર નીકળી ગયો.


અને ત્યાર પછી એમ થયું કે, તેના શેઠની પત્નીએ યૂસફ પર કુદષ્ટિ કરી; અને તેને કહ્યું, “મારી સાથે સૂઈ જા.”


તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહે છે; પરાક્રમીઓ મારી સામે એકત્ર થાય છે; હે યહોવા, મારાં ઉલ્‍લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.


દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે; પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે.


જેથી ત્યાં થઈને જનારાઓને, એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે [એમ કહીને] બોલાવે,


પણ પ્રભુ યહોવા મને મદદ કરશે; તેથી હું ઝંખવાયો નથી; તેથી મેં તો મારું મુખ ચકમકના પથ્થર જેવું [કઠણ] કર્યું છે, હું જાણું છું કે મારી બદનામી થવાની નથી.


સર્વ વેશ્યાઓને તો લોકો બક્ષિસો આપે છે! પણ તું તો તારા સર્વ આશકોને બક્ષિસો આપે છે! ને તારી સાથે વ્યભિચાર કરવાને માટે તેઓ ચોતરફથી આવે તે માટે તું તેઓને લાંચ આપે છે.


એ પુત્રો ઉદ્ધતને કઠણ હ્રદયના છે; હું તને તેમની પાસે મોકલું છું. તારે તેઓને કહેવું, ‘પ્રભુ યહોવા આમ કહે છે.’


હે મનુષ્યપુત્ર, જો કે તને ઝાંખરા તથા કંટાળાનો સંગ થાય, ને વીછુઓમાં તારે રહેવું પડે, તોપણ તારે તેઓથી બીવું નહિ, ને તેમના શબ્દોથી પણ ડરવું નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓના શબ્દોથી તારે બીવું નહિ, ને તેઓના ચહેરાથી ગભરાવું નહિ.


અને ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા.


જુઓ, તેઓએ બલામની સલાહથી ઇઝરાયલીઓની પાસે પેઓરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું, ને તેથી યહોવાની પ્રજામાં મરકી ચાલી.


તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan