Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારા દીકરા, મારાં વચનો પાળ, અને મારી આજ્ઞાઓ તારી પાસે સંઘરી રાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મારા પુત્ર, મારા શબ્દોનું પાલન કર અને મારી આજ્ઞાઓ તારા મનમાં સંઘરી રાખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મારા દીકરા, મારા વચનો પાળજે. અને મારી આજ્ઞા યાદ રાખજે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 7:1
16 Iomraidhean Croise  

કૃપા કરીને તેમના મુખનો બોધ સ્વીકાર, ‍ અને તેમનાં વચનો તારા હ્રદયમાં ભરી રાખ.


મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ નહિ.


જ્ઞાની પુરુષો ડહાપણનો સંગ્રહ કરે છે; પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે.


મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી;


તેઓને તારી આંખ આગળથી દૂર થવા ન દે; તેઓને તારા હ્રદયમાં રાખ.


તેના પગ મૃત્યુ સુધી નીચે ઊતરી જાય છે; તેનાં પગલાં શેઓલમાં જાય છે.


મારા દીકરા, તારા પિતાની આજ્ઞા પાળ, અને તારી માની શિખામણનો ત્યાગ ન કર;


ગમે તેટલી ગુનેગારીની તે દરકાર કરશે નહિ; તું ઘણી ભેટો આપશે, તોપણ તે સંતોષ પામશે નહિ.


પણ તેમણે કહ્યું, “તે કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”


સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે, ને ધીરજથી ફળ આપે છે.


ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.


દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પાછળ પડયા, તો તેઓ તમારી પાછળ પણ પડશે. જો તેઓએ મારાં વચન પાળ્યાં, તો તેઓ તમારાં પણ પાળશે.


અને જો તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળતાં જે માર્ગ હું આજે તમને ફરમાવું છું તે મૂકી દઈને જેઓ વિષે તમને અનુભવ નથી એવાં દેવદેવીઓની પાછળ ભટકી જશો, તો તમે શાપ [પામશો].


આ ભવિષ્યવચનો જે વાંચે છે, ને જેઓ સાંભળે છે, અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે; કેમ કે સમય પાસે છે.


પણ તે મને કહે છે, “જોજે, એમ ન કર; હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથીદાસ છું. તું ઈશ્વરની આરાધના કર.”


Lean sinn:

Sanasan


Sanasan