Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 6:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે જાય છે તેને એમ જ [થાય છે] ; જે કોઈ તેને અડકે છે તે શિક્ષા પામ્યા વગર નહિ રહે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 પરસ્ત્રી સાથે સમાગમ કરનારના એ જ હાલ થશે; એવું કરનાર સજા પામ્યા વિના રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 6:29
19 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિશે કહ્યું, “તે મારી બહેન‍ છે;” અને ગેરારના રાજા અબીમેલેખે સારાને બોલાવી લીધી.


શોક પૂરો થયા પછી દાઉદે માણસ મોકલીને તેને પોતાને ઘેર તેડાવી. અને તે તેની પત્ની થઈ, ને તેને તેના પેટનો પુત્ર થયો. પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દષ્ટિમાં ખોટું લાગ્યું.


અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “તમારા પિતાએ ઘર સાચવવા માટે જે ઉપપત્નીઓ મૂકેલી છે તેઓની આબરૂ લો. અને સર્વ ઇઝરાયલ સાંભળશે કે તમારા પિતા તમને ધિક્કારે છે, ત્યારે જેઓ તમારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.


તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની પત્ની, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઇ હોય તે પર તું લોભ ન રાખ.”


દરેક અભિમાની અંત:કરણવાળાથી યહોવા કંટાળે છે; હું ખાતરીપૂર્વક [કહું છું] કે, તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.


જો કોઈ માણસ અંગારા પર ચાલે, તો શું તેના પગ દાઝ્યા વગર રહે?


જેણે પર્વતો પર ભોજન કર્યું નહિ હોય, તેમ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ નજર કરી નહિ હોય, તેમ પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી નહિ હોય, ને રજસ્વલા સ્ત્રીની અડાસે ગયો નહિ હોય;


એકે પોતાના પડોશીની સ્ત્રી સાથે કુકર્મ કર્યું છે; અને બીજાને લંપટતાથી પોતાની પૂત્રવધૂને ભ્રષ્ટ કરી છે; અને ત્રીજાએ પોતાની બહેનની એટલે પોતાની પિતાની દીકરીની અબરુ લીધી છે.


તમે તમારી તરવાર પર આધાર રાખો છો, તમે ધિક્કારપાત્ર કૃત્યો કરો છો, ને તમે સર્વ પોતપોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરો છો; તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?


અને તારા પડોશીની સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરીને પોતાને ન વટાળ.


અને જે પુરુષ બીજા પુરુષની સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરે, એટલે પોતાના પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે, તે વ્યભિચારી તથા વ્યભિચારિણી બન્‍ને નકકી માર્યા જાય.


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે:માણસ સ્‍ત્રીનો સ્પર્શ ન કરે તો સારું.


Lean sinn:

Sanasan


Sanasan