Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 6:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે આજ્ઞા દીપક છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, તેમનું શિક્ષણ દીપક સમાન અને તેમની આજ્ઞાઓ પ્રકાશ સમાન છે, અને ઠપકો તથા શિસ્ત જીવનમાર્ગે દોરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે આજ્ઞા તે દીપક છે, અને નિયમ તે પ્રકાશ છે; અને ઠપકો તથા શિક્ષણ તે જીવનના માર્ગદર્શક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 6:23
22 Iomraidhean Croise  

પણ તેણે ના કહી, ને તેના શેઠની પત્નીને તેણે કહ્યું, “જો, ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારા શેઠ જાણતા નથી, ને તેમનું જે સર્વ છે તે તેમણે મારા હાથમાં સોપ્યું છે.


મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે.


તમારાં વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે તે ભોળાને સમજણ આપે છે.


ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે [મારા] માથા પર ચોળેલા તેલ જેવો થશે! મારું માથું તેનો નકાર નહિ કરે. તોપણ તેઓનાં દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.


યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હ્રદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.


શિખામણને સ્વીકારનાર જીવનના માર્ગમાં છે; પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.


જ્ઞાનીને તેનો માર્ગ ઊંચો ચઢીને જીવનમાં પહોંચાડે છે, તે નીચેના શેઓલથી દૂર જાય છે.


જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે.


સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને બદનામ કરે છે.


જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.


શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.


મારા પિતાએ મને શિક્ષણ આપતાં કહ્યું, “તારા અંત:કરણમાં મારા શબ્દો સંઘરી રાખ; મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે:


અને કહે, ‘શા માટે મેં શિખામણનો ધિક્કાર કર્યો, અને મારા અંત:કરણે ઠપકાને તુચ્છ ગણ્યો!


તો મને એવું માલૂમ પડયું કે મોતના કરતાં પણ એક ચીજ વધારે દુ:ખદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધનરૂપ છે તેવી સ્ત્રી! જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પણ પાપી તેનાથી પકડાઈ જશે.


કોઈ માણસે મૂર્ખોનું ગીત સાંભળવું તે કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો છે.


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


આ લોકોને તું કહે કે, યહોવા કહે છે કે, જુઓ, હું તમારી આગળ જીવનનો માર્ગ તથા મરણનો માર્ગ બન્ને મૂકું છું.


મેં તેઓને મારા એવા વિધિઓ આપ્યા, ને તેઓને એવી આજ્ઞાઓ ફરમાવી કે જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે.


તું તારા હ્રદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર, તારા પડોશીને જરૂર ઠપકો દે, ને તેની શરમથી પાપને ન સાંખ.


વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન છે. તેને અંધારે સ્થાને પ્રકાશ કરનાર દીવા જેવાં જાણીને જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારાં અંત:કરણોમાં ઊગે, ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું.


એ માટે તું જયાંથી પડયો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પ્રથમના જેવાં કામ કર. નહિ તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગાએથી હું ખસેડી દઈશ.


Lean sinn:

Sanasan


Sanasan