Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 4:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી બધી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 જ્ઞાનપ્રાપ્તિ જ તારે માટે સૌથી મહત્ત્વની બાબત છે; સર્વ સંપત્તિને ભોગે પણ સમજ પ્રાપ્ત કર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “જ્ઞાન પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે: જ્ઞાન મેળવો! તારા સર્વસ્વને ભોગે પણ જ્ઞાન પ્રાપ્ત કરજે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 4:7
18 Iomraidhean Croise  

આ લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું, માટે મને ડહાપણ તથા વિવેકબુદ્ધિ આપો; કેમ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”


તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું હરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. નુન


સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે! અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે.


જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે;


જૂઠી જીભથી ધન સંપાદન કરવું એ આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે; એવું [કરનાર] મોત માગે છે.


સત્ય ખરીદ, અને તેને વેચી ન દે; હા, જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ પણ [વેચી ન દે].


જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર; ભૂલીશ નહિ, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ;


સદાકાળથી, આરંભથી, પૃથ્વી થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.


માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે.


જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.


પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.


પણ ઈશ્વરે તેને કહ્યું, “ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં તૈયાર કરી છે તે કોની થશે?’


વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,


Lean sinn:

Sanasan


Sanasan